અમદાવાદ મુંબઈ હાઈવે પર વડોદરા નજીક સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ સર્જાયો, વાહન ચાલકો પરેશાન | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદ મુંબઈ હાઈવે પર વડોદરા નજીક સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ સર્જાયો, વાહન ચાલકો પરેશાન

વડોદરા : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદથી રસ્તા અને બ્રિજની હાલત ખરાબ થઈ છે. જેના લીધે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ અંતર્ગત વડોદરા નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ સર્જાયો છે. જાંબુવા બ્રિજથી પુનિયાદ ગામ સુધી આશરે 15 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે.આ અંગે મળતી માહિતી મુજબ જાંબુવા બ્રિજ પર પડેલા મોટા ખાડાઓને કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. આ સ્થળે રવિવારે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. જે આજે વધીને 15 કિલોમીટર સુધી પહોંચી ગયો છે.

સરકાર અને એજન્સીને માત્ર ટોલ વસૂલીમાં જ રસ

જોકે, આ અંગે ટ્રાફિકમાં ફસાયેલા લોકો સરકાર પર આક્રોશ વ્યકત કરી રહ્યા છે. તેમજ જણાવી રહ્યા છે કે સરકાર અને એજન્સીઓને માત્ર ટોલ વસુલવામાં જ રસ છે. પરંતુ બ્રિજ પર પડેલા ખાડા દેખાતા નથી. જો ખાડા સમયસર પુરવામાં આવે તો લોકોની હાલાકી ઘટી શકે તેમ છે. પરંતુ હજુ સુધી આ દિશાના કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેના લીધે કલાકો સુધી અટવાવવું પડે છે.

પોરબ્રિજ પર પણ ટ્રાફિક જામ

આ ઉપરાંત થોડા સમય પૂર્વ જ જાંબુવા બ્રિજ પર નવો રોડ બનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ વરસાદ પડતા મુંબઈથી અમદાવાદ જતા સાંકડા બ્રિજ પર મોટા ખાડા પડી ગયા છે. જેને કારણે એક તરફ ટ્રાફિકજામ થયો છે. આ ઉપરાંત પોરબ્રિજ પર પણ ટ્રાફિક જામ સર્જાયો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button