અમદાવાદથી મુંબઈનો 508 KM નો પ્રવાસ માત્ર 127 મિનિટમાં! બુલેટ ટ્રેન અંગે મહત્વની અપડેટ...

અમદાવાદથી મુંબઈનો 508 KM નો પ્રવાસ માત્ર 127 મિનિટમાં! બુલેટ ટ્રેન અંગે મહત્વની અપડેટ…

અમદાવાદ: કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભાવનગર ટર્મિનસ ખાતેથી આયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે એક્સપ્રેસ અને જબલપુર-રાયપુર એક્સપ્રેસને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ અને રમતગમત પ્રધાન ડો. મનસુખ માંડવીયા અને ખાદ્ય-સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની શરૂઆતનો સંકેત
આ પ્રસંગે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “મુંબઈથી અમદાવાદ સુધીની પ્રથમ બુલેટ ટ્રેન ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે, અને પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. જ્યારે તે દોડવાનું શરૂ કરશે, ત્યારે મુંબઈથી અમદાવાદ સુધીની યાત્રામાં માત્ર બે કલાક અને સાત મિનિટનો સમય લાગશે.”

મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 508 કિલોમીટર લાંબી હશે. તે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારથી શરૂ થશે, અને ગુજરાતના વાપી, સુરત, આણંદ, વડોદરા અને અમદાવાદને જોડશે, જે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.

પોરબંદર-રાજકોટ 2 ટ્રેન સેવાઓને મંજૂરી
તે ઉપરાંત રેલ્વે વિભાગ દ્વારા રાણાવાવ ખાતે ૧૩૫.૬૪ કરોડના ખર્ચે એક નવું કૉચ મેઈન્ટેનન્સ હબ બનાવવામાં આવશે. પોરબંદર-રાજકોટ માર્ગે વાંસજાળિયા-જેતલસરથી પસાર થતી 2 નવી ટ્રેન સેવાઓને મંજૂરી આપવામાં આવી હતી. રેલ્વેએ નવાગઢ અને જેતલસર પર કુલ પાંચ જેટલી ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યો હતો.

નવાગઢ સ્ટેશન પર વેરાવળ-જબલપુર એક્સપ્રેસ, સોમનાથ-જબલપુર એક્સપ્રેસ, વેરાવળ-ઓખા એક્સપ્રેસ અને વેરાવળ ઈન્દોર મહામના એક્સપ્રેસનું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત વેરાવળ-બનારસ વિકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને વેરાવળ વિકલી એક્સપ્રેસનું જેતલસર સ્ટેશન પર તેમજ પોરબંદર-ભાવનગર પેસેન્જર ટ્રેનનું રાણાવાવ અને ખોડિયાર મંદિર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું હતું.

વંથલી-સરાડીયા ગેજ કનવર્જનથી સરાડીયા-વાંસજાળીયા નવી લાઈનના મંજૂરીથી વંથલી, માણાવદર, બાંટવા, કુતિયાણા અને વાંસજાળીયા રેલવે નેટવર્કથી જોડવામાં આવશે તેમજ પોરબંદરમાં ભદ્રકાલી ગેટ નં. 3 ખાતે રેલવે ઓવરબ્રિજ તેમજ જેતપુરના નવાગઢ રેલ્વે સ્ટેશન પાસેના અંડરપાસની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો…લો સાંભળો બુલેટ ટ્રેનના ટ્રેક પર દોડશે વંદે ભારતઃ બુલેટ ટ્રેનમાં બેસવા કરવી પડશે આટલી લાંબી પ્રતીક્ષા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button