ખેલૈયાઓ આનંદોઃ અમદાવાદમાં આ તારીખથી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો
Top Newsઅમદાવાદ

ખેલૈયાઓ આનંદોઃ અમદાવાદમાં આ તારીખથી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો

અમદાવાદઃ શહેરમાં નવરાત્રીનો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં ગરબા રમવા બહાર નીકળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ, નવરાત્રીના તહેવારને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો.

નવરાત્રી દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન મળી રહેશે. આ નિર્ણય 26 સપ્ટેમ્બરથી અમલમાં આવશે, જે 1 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે.

50ની સ્પેશિયલ પેપર ટિકિટ લેવી પડશે

અમદાવાદમાં થલતેજ ગામ, વસ્ત્રાલ ગામ, કોટેશ્વર રોડ અને એ.પી.એમ.સી. ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે. ગાંધીનગર માટે મોટેરાથી સેક્ટર-1 જવા માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે તથા સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મધ્યરાત્રિએ 1 વાગ્યાનો રહેશે.

મેટ્રોના લંબાયેલ સમય દરમિયાન, મેટ્રો મુસાફરી માટે ફક્ત રૂપિયા 50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે. આ સ્પેશિયલ પેપર ટિકિટ બધા મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે અને તેનો ઉપયોગ ફક્ત એક જ મુસાફરી માટે થશે.

મંડળી સહિતના ગરબા આયોજકોને મોડી રાત સુધી આપવામાં આવી છે મંજૂરી

આ વર્ષે આ વર્ષે નવરાત્રિમાં મંડળી ગરબા સહિતના આયોજનોના કારણે મોડી રાત સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી છે. ખેલૈયાઓની અવરજવરના લીધે રાત્રે રસ્તા પર ટ્રાફિક જામ થાય છે. મોડી રાતે પણ સાંજના સાત-આઠ વાગ્યા જેવો ચક્કાજામ સર્જાય છે.

જેથી લોકોને કલાકો ટ્રાફિકમાં ફસાવાનો વારો આવે છે. આ વર્ષેમોટા ભાગના ગરબાના આયોજનો રિંગરોડ પાસેના પાર્ટી પ્લોટમાં થઈ રહ્યા છે. ત્યારે રાત્રે શહેરી વિસ્તારમાંથી ગરબાના સ્થળ સુધી આવજા માટે પરિવારોને સાધન નહીં મળતા તેઓ પરેશાન થઈ જાયછે. તેમજ રિક્ષા, ટેક્સીના તોતિંગ ભાડાંચૂકવવા પડે છે. પરિણામે રાત્રે 11 વાગ્યાના બદલે મોડી રાત એટલેબે-ત્રણ વાગ્યાસુધી મેટ્રોરેલ, એએમટીએસ અને બીઆરટીએસ બસ દોડાવવા ખેલૈયાઓમાંથી માંગ ઉઠી હતી.

ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ શહેરમાં કોઈ મોટી ઈવેન્ટ હોય ત્યારે મેટ્રોનો સમય વધારવામાં આવે છે, જેનાથી તંત્રને મોટી આવક થાય છે. IPL ફાઈનલ દરમિયાન 2.13 લાખ પેસેન્જરે મેટ્રોમાં મુસાફરી કરી હતી.

આ પણ વાંચો…અમદાવાદમાં આજે વરસાદની આગાહીથી ખેલૈયાની બગડી શકે છે મજા, ડાંગમાં 24 કલાકમાં સાડા ઇંચ વરસાદ

સંબંધિત લેખો

Back to top button