અમદાવાદ

સાડી જ પહેરવાની અને મિત્રો સાથે વાત નહીં કરવાની, પ્રેમીના ત્રાસથી કંટાળી પ્રેમિકાએ સંબંધ તોડ્યો ને પછી………

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. જાણીતી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સ્કૂલમાં ભણતી હતી ત્યારે પ્રેમસંબંધ બંધાયો હતો. સ્કૂલ અભ્યાસ બાદ યુવકે ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો હતો.

સાડી સિવાય બીજુ કંઈ પહેરવાનું નહીં

પ્રેમ સંબંધને 4 વર્ષ થયા બાદ પ્રેમી શંકા રાખીને યુવતીને હેરાન કરવા લાગ્યો હતો. યુવતી ક્યાં છે કોની સાથે ફરે છે, મિત્રો સાથે વાત નહીં કરવાની, સાડી સિવાય બીજુ કંઈ પહેરવાનું નહીં કહીને હેરાન કરતો હતો. જેથી કંટાળીને યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. જેથી યુવકે પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. અવાર નવાર તે યુવતીનો પીછો કરતો હતો. યુવતી કોલેજ ગઈ હોય ત્યારે યુવક તેની કોલેજ પહોંચી જતો અને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો.

વોટ્સએપ ચેક કરીને ઝઘડો કરતો

પ્રેમીએ સાડી સિવાય બીજું કંઈ પહેરવાનું નહીં, મિત્રો સાથે વાત ન કરવા ફરજ પાડતો હતો. આટલું જ નહિ જ્યારે પણ મળતો ત્યારે પ્રેમિકાનો મોબાઈલ લઈને વોટ્સએપ ચેક કરીને ઝઘડાઓ કરતો હતો. જેથી કંટાળીને યુવતીએ પ્રેમી સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. બીજી બાજુ પ્રેમી અવાર નવાર યુવતીનો પીછો કરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતો હતો. જેથી યુવતીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે બંનેનું કાઉન્સેલીંગ કરીને પ્રેમી પાસે યુવતીની માફી મગાવી હતી અને યુવક ફરી હેરાન નહીં કરે તેવી બાયધરી આપી હતી.

પોલીસે યુવકની શાન લાવી ઠેકાણે

ડરી ગયેલી યુવતીએ પોલીસની મદદ લેતા પોલીસે યુવકને બોલાવીને કાયદાકીય ભાષા સમજાવી હતી. સાથે જ મોબાઈલમાંથી યુવતીના તમામ ફોટા ડિલીટ કરાવ્યા હતા અને સોશિયલ મીડિયા પરથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન કરવા કડક સૂચના આપી હતી. બાદમાં, યુવકે માફી માગીને યુવતીને ફરી વખત મળશે પણ નહીં અને ક્યારેય હેરાન પણ નહીં કરે તેવી બાયધરી આપી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button