અમદાવાદઃ બાલવાટિકાનું બદલાયું નામ, હવે આ નામેથી ઓળખાશે

અમદાવાદઃ શહેરના કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું નામ બદલાવામાં આવ્યું છે. જુના ગેટ ઉપર ચાચા નહેરુ બાલવાટિકા લખાયેલું હતું. પરંતુ નવીનીકરણ કર્યા બાદ બાલ વાટિકાનું નવું નામ બાલવાટિકા ફન કાર્નિવલ કરી દેવામાં આવ્યું છે.
વિવાદના એંધાણ
દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને બાળકો અત્યંત પ્રિય હતા અને બાળકો તેમને ચાચા નહેરુ તરીકે સંબોધતા હતા. કાંકરિયા પરિસરમાં બાળકોના મનોરંજન માટેના સ્થળને ચાચા નહેરુ બાલવાટિકા નામ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે ચાચા નહેરુનું નામ હટાવીને બાલવાટિકા ફન કાર્નિવલ નામ કરવામાં આવતાં આગામી દિવસોમાં મોટો વિવાદ થઈ શકે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં વિઝા ફાઈલમાં રોકાણ કરવાનું કહી વેપારીને રૂપિયા 1.89 કરોડનો ચૂનો લગાવ્યો…
કૉંગ્રેસે લગાવ્યો આ મોટો આરોપ
કૉંગ્રેસે સત્તાના નશામાં ભાજપ નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે મ્યુનિસિપલ સામાન્ય સભામાં પણ વિપક્ષે મામલો ઉઠાવ્યો હતો. પરંતુ તેમ છતાં નવું નામ બદલી અગાઉ મુજબનું જ કરવા કોંગ્રેસ હાલ માંગણી કરી રહ્યું છે. ભાજપે કહ્યું કે, ચાચા નહેરુ નામ રાખવા કોઈ ઠરાવ થયેલો ન હતો. નવીનીકરણ થઇ રહ્યું છે એટલે નવું નામ જ રહેશે.