સૌરાષ્ટ્રની ટ્રેનોને ચાંદલોડિયા સ્ટોપેજ મળતા લોકોને હાલાકી, સાબરમતી સ્ટોપની માગણી…

અમદાવાદઃ અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હોવાથી મોટાભાગની ટ્રેનના અમદાવાદ ખાતેના સ્ટોપેજ બદલવામાં આવ્યા છે, આને લીધે સૌરાષ્ટ્રના પ્રવાસીઓએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આથી સૌરાષ્ટ્રના પ્રવાસીઓએ સાબરમતી સ્ટોપેજ આપવાની માગણી કરી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રથી આવતા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે ટ્રેનોને ચાંદલોડિયા સ્ટોપેજ મળતું હોવાથી તેમણે કનેક્ટિંગ ટ્રેન પકડવા સાબરમતી સ્ટેશન તરફ દોડવું પડે છે. બાળકો કે વૃદ્ધો તેમ જ સામાન સાથે આ ખૂબ અઘરું અને ખર્ચાળ બની રહ્યું છે.
રીક્ષાવાળાઓ જરૂર જાણી ગયા હોવાથી ચાંદલોડિયાથી સાબરમતી જવાના રૂ. 200 લઈ લે છે. સામાન હોવાથી અને બીજી ટ્રેન પકવાની હોવાથી પ્રવાસીઓ પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી, તેમ પ્રવાસીઓએ જણાવ્યું હતું. આ મામલે રેલવે ઓથોરિટીનો સંપર્ક સાધી શકાયો નથી.



