અમદાવાદના કાલુપુરમાં સાત દુકાનો ધરાશાયી, આસપાસના વિસ્તારમાં ટ્રાફિકજામ

અમદાવાદઃ શહેરના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે.
આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પિક અવર્સ દરમિયાન ઘટના બનતા કાલુપુર આસપાસ ભારે ટ્રાફિક જામ થયો હતો. સારંગપુર, ઈદગાહ બ્રિજ બંધ હોવાથી ટ્રાફિક સર્જાયો હતો.
આપણ વાંચો: ફિલિપાઈન્સમાં ભૂકંપે વેર્યો વિનાશ, 27 લોકોના મોત અનેક ઈમારતો ધરાશાયી…
કાલુપુર બ્રિજ પર બનેલી દુકાનો એક સાથે ધરાશાયી થતા ચકચાર મચી ગઇ હતી. શહેરનાં અત્યંત વ્યસ્ત અને ટ્રાફીકની દ્રષ્ટિએ ગીચ ગણાતા કાલુપુરમાં બ્રિજ પર સાત દુકાનો ધરાશાયી થતા અફડા તફડી મચી ગઇ હતી.
બ્રિજ પર બનેલી દુકાનો એક પછી એક તબક્કાવાર રીતે નીચે ખાબકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજની ઉપર અને નીચે બંન્ને તરફ ટ્રાફીક હોય છે. સાંજે પિક અવર્સ દરમિયાન ઘટના બની હતી. ઉપરાંત હાલ દિવાળી પણ નજીકમાં છે જેના કારણે કાલુપુર માર્કેટમાં પહેલાથી જ ભારે ટ્રાફીક જામ રહે છે.
ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડનો વિશાળ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત પોલીસનો કાફલો પણ મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચ્યો હતો.