વિદેશ જવાનો મોહઃ અમદાવાદમાં ન્યૂ ઝીલેન્ડમાં નોકરી અને વર્ક પરમિટના બહાને 7 લોકો સાથે 70.90 લાખની છેતરપિંડી

Ahmedabad Crime News: ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા (foreign dream) જગજાહેર છે. અમેરિકા, કેનેડાએ વિઝા નિયમો કડક બનાવતાં હવે ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશો તરફ નજર દોડાવી રહ્યા છે. અમદાવાદમાં રહેતા 38 વર્ષીય જયદીપ નાકરાણીએ બે લોકો સામે 70.90 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, આરોપી દર્શિલ પટેલ અને જયમીન પટેલે સાત લોકોને ન્યૂ ઝીલેન્ડની વર્ક પરમીટ, રહેવા અને નોકરીની વ્યવસ્થા કરવાની લાલચ આપીને છેતરપિંડી કરી હતી.
જયદીપ નાકરાણીએ તેની પત્ની અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલી વિઝા કન્સલટન્સીમાં કામ કરે છે. આરોપ મુડબ, નવેમ્બર 2023માં જયદીપે ઈન્સ્ટાગ્રામ પર અમદાવાદના નવા રાણીપ સ્થિત એક કંપનીની ન્યૂ ઝીલેન્ડની જાહેરાત જોઈ હતી. જેના માલિક દર્શિલ પટેલ અને જયમીન પટેલ હતા. જયદીપ નાકરાણીએ તેની સાથે મુલાકાત કરી હતી. જેમાં દર્શિલે વ્યક્તિ દીઠ રૂપિયા 17 લાખમાં ન્યૂ ઝીલેન્ડ વર્ક પરમિટ, રહેવા અને નોકરીની વ્યવસ્થા કરાવી આપવાનું કહ્યું હતું.
જયદીપ નાકરાણીએ વિશ્વાસમાં આવી જઈને ન્યૂ ઝીલેન્ડ જવા ઈચ્છુક તેના સાત પરિચિતો સાથે કરાવી હતી. દર્શિલ અને જયમીન પટેલે તમામ લોકો પાસેથી મળી રૂપિયા 70.90 લાખ રૂપિયા લીધા હતા. જે બાદ બંને ઠગોએ તમામને ન્યૂ ઝીલેન્ડની ટિકિટ પણ આપી હતી, જોકે થોડા જ કલાકોમાં આ ટિકિટ કેન્સલ થઈ ગઈ હતી. જે બાદ તમામ છેતરાયાનો અહેસાસ થતાં પૈસા પરત માંગવા લાગ્યા હતા.
આ પણ વાંચો : મુંબઈના સિંગલ મેલનું સપનું અમદાવાદે આ રીતે પૂરુ કર્યું
બંને જણા પૈસા પરત આપવા આનાકાની કરવા લાગ્યા હતા. જેથી જયદીપ નાકરાણીએ ક્રાઈમ બ્રાંચમાં 70.90 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દર્શિલ પટેલ અને જયમીન પટેલ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.