અમદાવાદ

Ahmedabad ના જમાલપુર નજીક બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત

અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad)ફરી એકવાર કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત થયું છે. આ અકસ્માત જમાલપુર શાક માર્કેટ નજીક સર્જાયો હતો. જોકે, અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની મળતી વિગતો મુજબ જમાલપુર સ્મશાન નજીક રોડ સાઈડ પર ભરાતી શાક માર્કેટમાં મહિલા શાકભાજીનું વેચાણ કરી રહી હતી. ત્યારે અચાનક કાર ચાલકે સ્પીડમાં ગાડી હંકારીને મહિલાને અડફેટે લીધી હતી. જેના પગલે મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું.

કાર ચાલકના નંબર પ્લેટ પરથી ડિટેઈલ મેળવી

જોકે, આ ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા એકત્ર થયા હતા. જોકે, સ્થાનિકો આરોપીને ઝડપે તે પહેલા જ તે ફરાર થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસે આસપાસના સીસીટીવી પણ કબજે લીધા છે અને કાર ચાલકના નંબર પ્લેટ પરથી ડિટેઈલ પણ નીકાળી છે. આ કાર માલિક પોતે ચલાવતો હતો કે અન્ય કોઈ તે દિશામાં પોલીસે તજવીજ હાથ ધરી છે.

ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો

આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે. પોલીસે તેમના પણ નિવેદન લીધા છે. મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.હાલ પોલીસે કાર ચાલકને પકડયો નથી,કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર દિવાલ સાથે અથડાઈ હતી.

બ્રિજ પર ફિટ કરેલા સીસીટીવી બંધ હાલતમાં

આ અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ કારમાં તોડફોડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બ્રિજ પર ફિટ કરેલા સીસીટીવી બંધ હાલતમાં હતા.પોલીસે ટ્રાફિક દૂર કર્યો હતો અને આરોપી કંઈ દિશામાં ગયો હશે તેને લઈ તપાસ હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button