
અમદાવાદઃ 3 જાન્યુઆરી, 2025થી શરૂ થયેલા અમદાવાદ ફ્લાવર શોએ ગણતરીના જ દિવસોમાં મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. સતત બીજા વર્ષે અમદાવાદ ફ્લાવર શોને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું હતું. આ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ફરી એક વાર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી અમદાવાદને ફરી એક વાર વિશ્વ ફલક પર મૂક્યું હતું.
આ પણ વાંચો: પીએમ મોદીએ શેર કરી અમદાવાદ ફ્લાવર શોની તસવીરો, લખી આ વાત
પહેલા આ રેકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટી પાસે હતો. આ એવાર્ડ 7 બાય 7 મીટરના ફ્લાવર સ્ટ્રક્ચર માટે 18 ફેબ્રુઆરી 2024 ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો. 7 જાન્યુઆરી, 2025ના રોજ ગિનિસ બુકની ટીમ દ્વારા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 10.24 મીટર હાઇટ અને 10.84 મીટર ત્રિજ્યા વાળા ફ્લાવર બૂકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સ્થાન પ્રાપ્ત થયું હતું. ગિનીસ બુકના અધિકારીઓની હાજરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનની ટીમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જાન્યુઆરીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફલાવર શોની ઝલક શેર કરી હતી. તેમણે લખ્યું કે, મને આ શો સાથે મજબૂત લગાવ છે. કારણ કે મેં મારા મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વિસ્તરતો જોયો છે.