અમદાવાદ

Ahmedabad માં ઘરનું ઘર સ્વપ્ન બનશે, કિંમતમાં સરેરાશ 15 ટકાનો વધારો…

અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad)શહેર ગુજરાતનું આર્થિક પાટનગર ગણાય છે, અમદાવાદમાં ઉદ્યોગ, ધંધાના કારણે મોટી સંખ્યામાં લોકો સ્થાયી થઈ રહ્યા છે, જો કે તેના કારણે શહેરમાં મકાનોના ભાવ આસમાને પહોંચ્યા છે. તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ અમદાવાદ સહિત દેશના મુખ્ય 8 શહેરમાં ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ઘરોની કિંમતમાં સરેરાશ 10થી 15 ટકાનો વધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ મજબૂત માંગ અને ઊંચા ઈનપુટ ખર્ચ છે.

Also read : PMJAY-મા યોજનાની માહિતી કે સમસ્યા માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

કાર્પેટ એરિયાનો સરેરાશ ભાવ 7725 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ

અમદાવાદમાં 2023ના ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટરની તુલનામાં 2024ના આ જ સમય દરમિયાન ઘરોની કિંમતમાં 15 ટકા સુધીનો વધારો નોંધાયો છે અને કાર્પેટ એરિયાનો સરેરાશ ભાવ 7725 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટે પહોંચી ગયો છે. ક્રેડાઈ, કોલિયર્સ અને લાઈસેસ ફોરાસે સંયુક્ત રીતે જાહેર કરેલા રિપોર્ટ મુજબ, ઘરોની કિંમતો વધવામાં અમદાવાદ ત્રીજા નંબરે છે. અમદાવાદ શહેરના સાઉથ વેસ્ટ સબર્બ માર્કેટમાં આવતા બોપલ, આંબલી, પ્રહલાદનગર, સાઉથ બોપલ, સેટેલાઈટ, વેજલપુર વિસ્તારમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘરની કીમત 17 ટકા સુધી વધી ગઈ છે.

Also read : પેપરમાં છબરડોઃ પૂછ્યું- આંબા પરથી સફરજન પડે તો કયું બળ લાગે? વિદ્યાર્થીઓ ચકરાવે ચડ્યાં

63 ટકા વેચાયા વગરના ઘરો અફોર્ડેબલ અને મિડ-સેગમેન્ટમાં

રિપોર્ટ મુજબ, અમદાવાદમાં છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં વેચાયા ન હોય એવા ઘરોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. 2024ના ચોથા ક્વાર્ટર સુધીમાં 63 ટકા વેચાયા વગરના ઘરો અફોર્ડેબલ અને મિડ-સેગમેન્ટમાં રહ્યા. સાઉથવેસ્ટ સબર્બ માર્કેટમાં વાર્ષિક 20 ટકાનો સૌથી વધુ ભાવવધારો નોંધાયો, બીજા નંબરે ગાંધીનગર સબર્બમાં 16 ટકાની વૃદ્ધિ નોંધાઈ. એસ.પી. રિંગ રોડ પરનું ભીડનું ભારણ ઘટાડવા ઈસ્ટર્ન સબર્બમાં રહેણાંક વિસ્તારો વિકાસવાની પ્રવૃત્તિને લાંબા ગાળાનો વેગ મળવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button