અમદાવાદ

ગાંધીનગરથી નોકરી પર જતા યુવાનને અજાણ્યા વાહને કચડ્યો; 21 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત

અમદાવાદ: શહેરમાં ફરી એકવખત હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શહેરના એસ. જી. હાઇવે પર ગાંધીનગરથી નોકરી કરવા માટે નીકળેલા યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. ટક્કર એટલી ઘાતક હતી કે યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાલ આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, ગાંધીનગરમાં પોતાના મામાને ત્યાં રહીને અમદાવાદની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો 21 વર્ષીય યુવાન કથન ખરચર રોજની જેમ આજ સવારે ઓફિસ જવા માટે નીકળ્યો હતો. ગાંધીનગરથી તે એસ.જી. હાઇવે પર નિરમા યુનિવર્સિટી નજીક પહોંચ્યો હતો, તે દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી દીધી હતી. આ ટક્કરના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બનાવની જાણ થતાની સાથે ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિવારના લોકો પણ પહોંચી ગયા હતા. જુવાનજોધ દીકરાના અકાળે મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. હાલ પોલીસે અજાણ્યા વાહન ચાલકને હાથ કરવા માટે તપાસ આદરી છે. પોલીસ રોડ પરના સીસીટીવી કેમેરાની મદદથી આગળની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો…આઠને ટક્કર મારી એકનો જીવ લેનાર વડોદરા હીટ એન્ડ રનના આરોપી રક્ષિત મામલે મોટો ખુલાસો…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button