અમદાવાદમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા, વાહન ચાલકો પરેશાન | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા, વાહન ચાલકો પરેશાન

અમદાવાદઃ શહેરમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. નરોડા, બાપુનગર, નિકોલ, રાણીપ, વાડજ, વસ્ત્રાપુર, બોપલ, પંચવટી, શીલજ એમ પૂર્વથી લઈ પશ્ચિમના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં બે કલાક જેટલા સમયમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકતા પાણી પાણી થઈ ગયું હતું. અનેક ટુ વ્હીલ વાહનો બંધ પડી ગયા હતા.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ગુજરાતમાં સવારે 6 થી સાંજે 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. નર્મદાના સાગબારામાં સૌથી વધુ 5.87 વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુંઃ 62 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ

ઉમરપાડામાં 5.83 ઈંચ, કુકરમુંડામાં 4.37 ઈંચ, ડેડીયાપાડામાં 4.21 ઈંચ, લુણાવાડામાં 3.82 ઈંચ, વ્યારામાં 3.58 ઈંચ, વઘઈમાં 2.91 ઈંચ, કાલોલમાં 2.87 ઈંચ, બોડેલીમાં 2.76 ઈંચ, જાંબુધોડામાં 2.72 ઈંચ, ફતેપુરામાં 2.36 ઈંચ, પાદરામાં 2.36 ઈંચ, સંખેડામાં 2.24 ઈંચ, જેતપુર પાવીમાં 2.2 ઈંચ, વાંસદામાં 2.09 ઈંચ, સંતરામપુરમાં 2.09 ઈંચ વરસાદ પડ્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button