Ahmedabad માં વાહનના સ્પેશિયલ નંબરનો વધતો ક્રેઝ, આરટીઓ 18 કરોડની કમાણી કરી
અમદાવાદઃ અમદાવાદમાં(Ahmedabad)નવું વાહન ખરીદતા લોકો પસંદગીના નંબરો માટે લાખો રૂપિયા ખર્ચી નાંખતા હોય છે. તેમજ છેલ્લા વર્ષોમાં પ્રસંદગીના નંબર મેળવવા માટે લોકોને ક્રેઝ પણ વધ્યો છે. જેમાં વર્ષ 2024 માં 28 હજાર વાહન માલિકોએ ઈ-ઓક્શન મારફતે પોતાનો પસંદગીનો નંબર મેળવતાં સુભાષ બ્રિજ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસને 18 કરોડની કમાણી થઈ હતી. ફેન્સી અને ચોઈસ નંબર એમ બે કેટેગરીમાં ઈ ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઓક્શન દરમિયાન ફેન્સી નંબરમાં 1111 અને 9999ને ગોલ્ડ અને સિલ્વર કેટેગરીમાં મુકવામાં આવ્યા હતાં. જે ઓનલાઈન હરાજીના માધ્યમથી વાહન ચાલકોને આપવામાં આવે છે. જેની મોટી બોલી લગાવવામાં આવે છે. ચોઈસના નંબરોનું તાત્પર્ય રજિસ્ટ્રેશન નંબર સાથે છે જે ફેન્સી નથી છતાં તેની ડિમાન્ડ છે.
આ પણ વાંચો: અમદાવાદ-વડોદરામાં ઓટો રિક્ષામાં મીટર નહિ બેસાડનારાને દંડ રદ કરતી પિટિશન અંગે 20મીએ સુનાવણી…
સરકારી આવકમાં વધારો થયો
સુભાષબ્રિજ આરટીઓના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે, 2024માં 7461 વાહન ચાલકોએ ઈઓક્શનમાં ફેન્સી રજિસ્ટ્રેશન નંબર મેળવતાં આરટીઓને 6.19 કરોડની આવક થઈ હતી. જાન્યુઆરીથી ડિસેમ્બર 2024 સુધીમાં લોકોએ ફેન્સી અને ચોઈસ નંબર મેળવવા માટે 18 કરોડ રૂપિયા ખર્ચ્યા હતાં. જેનાથી સરકારી આવકમાં વધારો થયો હતો.
નવી સિરિઝ જાહેર થાય છે ત્યારે આ નંબરનું ઈ ઓક્શન
આરટીઓમાં એક વર્ષમાં 10 સિરિઝમાં ટુવ્હીલર અને ફોર વ્હીલર થઈને 2 લાખ વાહનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. જેથી 21177 વાહન ચાલકોએ નોન ઓક્શન ચોઈસ નંબરમાં માત્ર ફી ભરીને 11.84 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આરટીઓ અધિકારી જે.જે. પટેલે જણાવ્યું હતું કે, વાહન માલિકો કેટલીક સંખ્યાઓના નંબર માટે લાખો રૂપિયા ખર્ચી નાંખે છે. આરટીઓમાં 1111 અને 9999 નંબરને ગોલ્ડ અને સિલ્વર કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. જેમાં બેઝ પ્રાઈઝ કાર માટે 40 હજાર અને ટુવ્હિલર માટે આઠ હજાર છે. જ્યારે નવી સિરિઝ જાહેર થાય છે ત્યારે આ નંબરનું ઈ ઓક્શન કરવામાં આવે છે.