અમદાવાદ ફ્લાવર શોમાં પહેલા જ દિવસે 9 લાખથી વધુની આવક…
અમદાવાદઃ શહેર મહાનગર પાલિકા દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે,મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુક્રવારે ફ્લાવર શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે પહેલા જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં 13266 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેમાં મહાનગર પાલિકાને કુલ 9,59,950 રૂપિયાની આવક થઈ હતી. મુલાકાતીઓ દ્વારા યુપીઆઈ, ઓનલાઈન અને રોકડેથી ટિકિટ ખરીદવામાં આવી હતી.
આ પણ વાંચો : ગુજરાત એસ.ટીની વધુ એક સિદ્ધિ; ઓનલાઈન ટિકિટ બુકિંગ મામલે દેશમાં પ્રથમ ક્રમે
22 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો લોકો માટે ખુલ્લો રહેશે. ફ્લાવર શોમાં દેશના વિકાસ, સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન જોવા મળશે. લગભગ 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં ફૂલોમાંથી વિવિધ સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે. આ ફ્લાવર શોને વિવિધ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે.
7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં 10 લાખથી વધુ ફૂલો અને 30 થી વધુ સ્કલ્પચર્સ મૂકવામાં આવ્યા છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન આ ફ્લાવર શોની મુલાકાત પ્રવાસીઓને આકર્ષશે. બાળકો માટેના વિવિધ આકર્ષણો જેવા કે સોવેનિયર શોપ, નર્સરી, ફૂડ સ્ટોલ બધુ જ છે.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – 2025નો પ્રારંભ
આ વખતે કુલ 6 ભાગમાં ફ્લાવર શો જોવા મળશે. ફ્લાવર શોમાં પહેલી વાર ઓડિયો ગાઈડ આપવામાં આવશે. વિવિધ સ્કલ્પચરની માહિતી ઓડિયો દ્વારા આપવામાં આવશે. કિર્તી સ્તંભની પ્રતિકૃતિ, ૩ એન્ટ્રન્સ વોલની પ્રતિકૃતિ, આર્ચીસની પ્રતિકૃતિ, કેનોપીની પ્રતિકૃતિ, કેનિયન વોલની પ્રતિકૃતિ, ગરબા કરતી મહિલાઓની પ્રતિકૃતિ, હયાત મોરનાં સ્ટ્રક્ચરમાં ફ્લાવર લગાવી પ્રદર્શની કરાશે. કુલ 20 દિવસ સુધી 20 લાખથી વધુ રોપાથી અમદાવાદ રિવરફ્રન્ટ મહેકતું રહેશે.