અમદાવાદ

અમદાવાદ ફ્લાવર શો પાછળ 17 કરોડ ખર્ચ સામે આવક માત્ર 11 કરોડ…

અમદાવાદ: અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજવામાં આવ્યો હતો. જો કે ગત વર્ષની તુલનામાં આ વખતે ફ્લાવર શોને નબળો લોક પ્રતિસાદ સાંપડ્યો હતો. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 2 જેટલા મુલાકાતઓ ઓછા આવ્યા હતા.

જેથી, ફ્લાવર શો ફ્લોપ શો સાબિત થયો હતો. ફ્લાવર શોમાં નાગરિકોની મુલાકાતની સંખ્યા ખૂબ ઓછી રહી હતી. ચાલુ વર્ષે માત્ર 10.81 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 11.61 કરોડની આવક થઈ છે. આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો પાછળ રૂ. 17 કરોડનો ખર્ચ કર્યો હતો પરંતુ 6 કરોડ રૂપિયાનું કોર્પોરેશનને નુકસાન ગયું છે. સીઝનલ પ્લાન્ટને વિવિધ બગીચાઓ, ટ્રાફિક જંકશન અને ડિવાઇડરની વચ્ચે લગાવવામાં આવશે.

સ્પોન્સરશિપની 1.40 કરોડ રૂપિયા આવક થઈ

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 29 દિવસમાં જ 10.81 લાખ નાગરીકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. જેમાં કુલ આવક 11.61 કરોડ રૂપિયા થઈ છે ટિકિટથી અંદાજિત 9 કરોડ જેટલી આવક થઈ છે. સ્ટોલની 1.5 કરોડ જ્યારે સ્પોન્સરશિપની 1.40 કરોડ રૂપિયા આવક થઈ છે. ફ્લાવર શોના સીઝનલ પ્લાન્ટને ડિવાઇડરમાં તેમજ અલગ-અલગ બગીચાઓમાં પ્લાન્ટ કરી વૃક્ષારોપણ કરાશે.

આ વર્ષે ફુલ છોડ વેચવામાં નહી આવે

ગત વર્ષે ફ્લાવર શોમાં 13 લાખથી વધારે લોકો આવ્યા હતા અને 13 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગયા વર્ષ કરતાં આ સંખ્યા બે લાખ ઓછી છે જ્યારે આવક પણ ગત વર્ષની આવક કરતા બે કરોડ ઘટી છે એટલે કે ચાલુ વર્ષે 11 કરોડની આવક થઇ છે. ફ્લાવર શોમાં ઉપયોગમાં લેવામાં આવેલા ફુલોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ બગીચા, સર્કલ કે પછી સેન્ટ્રલવર્જમાં લગાવવાનું આયોજન કરવામાં આ‌વ્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે ફુલ છોડ વેચવામાં નહી આવે તેવી સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી છે

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button