અમદાવાદમાં આવતીકાલે ફ્લાવર શૉનો આરંભ, 15 હજાર કરોડનો થશે ખર્ચ
અમદાવાદઃ રાજ્યભરના લોકો અને ખાસ કરીને અમદાવાદીઓ માટે ખાસ આકર્ષણ એવા ફ્લાવર શૉનો આજથી આરંભ થશે. આ શૉની 12મી આવૃત્તિ છે. 3 જાન્યુઆરીથી શરૂ થનારા ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન રૂપિયા 70 પ્રવેશ ફી લેવાશે. તેમજ શનિવાર અને રવિવારે રૂ.100 પ્રવેશ ફી લેવામાં આવશે. સ્પેશિયલ કેસમાં ફ્લાવર શો નિહાળવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં રૂ.500 ફી આપી ખાસ લાઈનમાં પ્રવેશ અપાશે. ગત વર્ષે સોમથી શુક્ર ટિકિટનો ભાવ 50 રૂપિયા અને શનિ-રવિ 75 રૂપિયા હતો. ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધનના કારણે ફ્લાવર શૉ આ વખતે વિલંબથી શરૂ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉમાં ૧૫ લાખથી વધુ ફૂલ-છોડ મુકાયાં
આ વર્ષના ફ્લાવર શૉનો ખર્ચ 5 થી 6 કરોડ વધી જશે. આ વર્ષે વિવિધ સ્કલ્પચર બનાવવા માટે જ 10 કરોડ રૂપિયા ખર્ચ થઈ જશે. આ વખતે ઓછામાં ઓછો 15 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.
શું હશે આકર્ષણનું કેન્દ્ર
આ વર્ષે એન્ટ્રેન્સ એલિફન્ટ, હલ્ક, ડોરેમાન, સ્પોન્જ બોબ, કુંગફૂં પાન્ડા, ફાઈટિંગ બહુલ, સિંહ-વાઘ, મેરમેઇડ હોર્નબીલ, ગાંધીજીના 3 વાંદરા, ઑલિમ્પિક રિંગ, એક પેડ માં કે નામ, એન્ટ્રેન્સ વોલ, કેનયોન વોલ જેવા વિવિધ સ્ક્લ્પચર જોવા મળશે.
આ પણ વાંચો: અમદાવાદ ફ્લાવર શૉમાં થશે અધધ કરોડનો ખર્ચ, જાણો વિગત
ગત વર્ષે ફ્લાવર શૉનો બન્યો હતો આ રેકોર્ડ
ગત વર્ષે અમદાવાદના 11માં ફ્લાવર શૉને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રકચર માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. આ પહેલા વર્ષ 2014માં ચાઇનાના નામે 166 મીટરનો રેકોર્ડ હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 221 મીટર ફ્લાવર સ્ટ્ર્ક્ચર બનાવી ચાઇનાનો રેકોર્ડ તોડ્યો હતો. ગત વર્ષે 12 વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી હતી. જ્યારે 12 વર્ષથી ઉપરના લોકો માટે 50 રૂપિયા ફી રાખવામાં આવી હતી. ફ્લાવર શૉમાં રાત્રે પણ મુલાકાતીઓનો ધસારો રહેતો હતો.