અમદાવાદ

અમદાવાદની આત્રેય સોસાયટીમાં ચોથા માળે લાગી વિકરાળ આગ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા…

અમદાવાદઃ અમદાવાદ શહેરના ઈન્દિરાબ્રિજ નજીક આવેલી આત્રેય સોસાયટીમાં ચોથા માળે આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ફ્લેટના એસીમાં આગ લાગ્યા બાદ આગ આખા ફ્લેટમાં ફરી વળી હતી. બે ફ્લોર પરના અંદાજે આઠેક જેટલા ફ્લેટ સુધી આગ પ્રસરતા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આગને પગલે ફાયરબ્રિગેડની 10 ગાડી અને 5 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. આગની ઘટનામાં પાંચ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. એસીના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બનતાં પાંચમા માળ સુધી પહોંચી હતી.

આગની ઘટના બનતા ફ્લેટમાં હાજર લોકો બાલકનીમાં આવી ગયા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આગને પગલે ફાયરબ્રિગેડની સાથે 108ની 5 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પાંચ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આત્રેય ઓર્ચિડ સોસાયટીામં ચોથા માળે આવેલા ફ્લેટમાં આગ લાગ્યા બાદ આસપાસના ફ્લેટમાં પણ પ્રસરી હતી. આ સમયે જ બાજુના ફ્લેટમાં હાજર લોકો બાલકનીમાં આવી ગયા હતા. આ લોકોનું ઝૂલાની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. એટવું જ નહીં પરંતુ કેટલાક લોકોએ બાલકનીમાંથી નીચે છલાંગ પણ લગાવી હતી. જો કે, નીચે રહેલા લોકોએ ગાદલા પાથરીને તે દરેકનો જીવ બચાવી લીધો હતો.

ફાયરબ્રિગેડની ટીમ દ્વારા દરેક ફ્લેટમાં તપાસ શરૂ કરવામાં આવી
આગને પગલે ફાયરબ્રિગેડની સાથે 108ની 5 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. 5 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે, એપાર્મમેન્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી લોકો દ્વારા મળતા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા અલગ અલગ ફ્લેટમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 27 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. હજી સુધી કેટલાક લોકો ફસાયા હોવાની હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button