અમદાવાદ

સંતાનોની ખોટી આદતથી ત્રસ્ત દંપતીએ લીધો અભયમનો આશરો, ને 3 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો

અમદાવાદઃ અભયમની ટીમ માત્ર મહિલાઓની જ નહીં પરંતુ બાળકોની પણ મદદ કરે છે. આવો એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા એક પરિવારે પોતાના બાળકોને આખો દિવસ ફોન વાપરતા હોવાથી અભયમને કોલ કર્યો હતો. 181 અભયમને કોલ આવ્યો કે, બાળકો તેમના કહેવામાં નથી, આખો દિવસ ફોનમાં રહે છે અને માતા પિતાને એલફેલ જવાબો આપે છે. પરિવારે 181ની ટીમને કાઉન્સેલિંગ માટે બોલાવી હતી. 181ની ટીમ પહેલા માતા પિતા સાથે વાક કરી અને પછી બોળકોને પણ સમજાવ્યાં હતાં.

દીકરી અને દીકરો સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા
પરિવારના વાત કરવામાં આવે તો, તેમની ફર્નિચરની દુકાન ધરાવે છે અને તેઓનાં બે સંતાનો છે. જેમાંથી દીકરી 19 વર્ષની છે અને તેણી આઈટીનો અભ્યાસ કરી રહી છે, જ્યારે દીકરો 20 વર્ષનો છે અને તેનો સીએનો અભ્યાસ ચાલુ છે. દીકરી અને દીકરો બંને એકબીજા સાથે ખૂબ ઝગડો કરતા હતા અને બંને અભ્યાસનાં બહાને ફોન અને લેપટોપમાં જ વ્યસ્ત રહેતા હતા. ફોન સિવાય કઈ પણ કામ કરતા નહોતી, જેથી માતા પિતા સમજાવે તો બાળકો સામે બોલતા હતાં. જેથી પરિવારને ચિંતા થઈ અને અભયમની ટીમને બોલાવી હતી.

પરિવારે કંટાળીને 181 અભયમની ટીમને મદદે બોલાવી હતી
કાઉન્સેલિંગ દરમિયાન 181 અભયમની ટીમને જાણવા મળ્યું હતું કે, બંને સંતાનો તેમના ફોનમાં લોક રાખતા હતા. દંપતીનો દીકરો તેની સાથે ભણતી મિત્ર છોકરી સાથે સતત ફોનમાં, વીડિયો કોલ ઉપર વાતચીતમાં લાગી રહેતો હતો અને માતા-પિતાનાં સમજાવવાથી ગુસ્સે થઈ જતો હતો. દીકરીને માતા કોઈ કામમાં મદદ કરવા જણાવતી ત્યારે દીકરી પણ અભ્યાસનું નામ લઈને ફોન અને લેપટોપ લઈને બેસી રહેતી હતી. જેથી કંટાળી ચૂક્યા હતા તેથી છેલ્લે તેમણે 181 અભયમની મદદ માંગી હતી.

ટીમે કાઉન્સેલિંગ કર્યું ત્યારે આવી હકીકત સામે આવી
181 અભયમની ટીમે દીકરી અને દીકરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેમણે બન્નેને સમજાવ્યા હતા. દીકરાને તેની મિત્ર વિશે પૂછપરછ કરી હતી. દીકરાને તેની મિત્ર સાથે મિત્રતા સિવાયના બીજા કોઈ સંબંધો ન હતા અને તેણી સાથે ફક્ત મિત્ર તરીકે જ વાતચીત કરતો હતો એમ તેણે જણાવ્યું હતું. 181 અભયની ટીમ દ્વારા દીકરાને ભણતરમાં ધ્યાન આપવા સમજાવ્યો હતો. દીકરો ફોનનો ખોટી રીતે ઉપયોગ ન કરે તે માટે સલાહ આપી હતી. તેના માતા પિતા આગળ ખરાબ વર્તન ન કરવા કે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવા તેને સમજાવ્યો હતી. આ સાથે 181 અભયમની ટીમે દીકરાને તેની સ્ત્રી મિત્ર સાથે વાતચીત કરવાનું બંધ કરવા સમજાવ્યો હતો.

પરિવારે 181 અભયમ ટીમનો ખૂબ આભાર માન્યો
જ્યા સુધી પરીક્ષાઓ પૂર્ણ થાય ત્યાર બાદ પરિવારને મદદ કરવા માટે દીકરીને સમજાવવામાં આવી હતી. અભયમ ટીમનાં સમજાવવાથી બંને સંતાનો સમજી ગયા હતા અને બંને સંતાનોએ ખાતરી આપી હતી કે તેઓ પોતાના અભ્યાસમાં ધ્યાન આપશે અને ફોનનો ઉપયોગ ઓછો કરી દેશે. પોતાના બાળકોને સમજાવવા માટે પરિવારે 181 અભયમ ટીમનો ખૂબ આભાર માન્યો હતો. નોંધનીય છે કે, અભયમની ટીમ આવા પરિવારોની મદદ કરવા માટે સતત કાર્યરત રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button