અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના દરરોજ નોંધાયા આટલા કેસ

અમદાવાદ: શહેરમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ઓક્ટોબર મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 250થી વધુ કેસ નોંધાયા હતા. રોજના આઠથી વધુ કેસ નોંધાયા હતા. AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન શહેરમાં ડેન્ગ્યુના 253 કેસ, મેલેરિયાના 84 કેસ, અને ઝેરી મેલેરિયાના 28 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, આ જ સમયગાળામાં ઝાડા-ઉલટીના 241 કેસ, ટાઇફોઇડના 223 કેસ અને કમળાના 199 કેસ પણ નોંધાયા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીમાં ક્લોરિનની તપાસ માટે 40969 પાણીના નમૂના એકત્ર કર્યા હતા, જેમાંથી પાંચ નમૂનાઓમાં ક્લોરિનનું પ્રમાણ શૂન્ય (નહિવત્) જોવા મળ્યું હતું. વધુમાં, બેક્ટેરિયલ દૂષણ માટે 5387 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંના 10 નમૂનાઓ ઉપયોગ માટે અયોગ્ય જણાયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો, 913 દર્દીઓને સોલા સિવિલમાં દાખલ
વર્ષ 2025ના સંચિત આંકડાઓ
1 જાન્યુઆરીથી 31 ઓક્ટોબર સુધીના આંકડાઓ આ મુજબ
સામાન્ય મેલેરિયા:
811 કેસ
ઝેરી મેલેરિયા: 156 કેસ
ડેન્ગ્યુ:
437 કેસ
ચિકનગુનિયા: 17 કેસ
ઝાડા-ઉલટી: 5600 કેસ
કમળો:
2859 કેસ
ટાઇફોઇડ: 3799 કેસ
કોલેરા:
103 કેસ
આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચોમાસા પછી રોગોમાં સામાન્ય રીતે વધારો થાય છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદની સમાપ્તિ સાથે મિડ નવેમ્બર સુધીમાં ચેપના કેસોમાં વધારો થવાની સંભાવના છે.



