અમદાવાદમાં એન્કાઉન્ટર, ગ્વાલિયરના કુખ્યાત આરોપીના પગમાં ગોળી મારતા ઘાયલ

અમદાવાદમાં રામોલ વિસ્તારમાં લૂંટ અને અપહરણ કેસના આરોપી સંગ્રામસિંહે પીઆઈની રિવોલ્વર ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. રામોલથી ક્રાઈમ બ્રાંચ લઈ જતી વખતે આરોપી અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં પોલીસે આરોપીને પગમાં ગોળી મારીને ઝડપી લીધો હતો. તેમજ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આરોપી વિરુદ્ધ નવ ગુના નોંધાયેલા
આ અંગે મળતી માહિતી મુજબ આરોપી સંગ્રામસિંહ સિકરવાર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. તે મૂળ મધ્ય પ્રદેશના ગ્વાલિયરનો વતની છે. તેની વિરુદ્ધ કુલ નવ ગુનાઓ નોંધાયેલા છે.આ અંગે પોલીસે જણાવ્યું કે આરોપીને પોલીસ કસ્ટડીમાં લેતી વખતે રિવર ફ્રન્ટ રોડ પરથી લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ ક્રાઈમ બ્રાંચના
ઇન્સ્પેકટરની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
જેની બાદ પોલીસે પણ સ્વ બચાવમાં ગોળી ચલાવી હતી. જે આરોપીના પગના ભાગમાં વાગી હતી. જેના લીધે તે ઘાયલ થયો હતો. તેની બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે સંયમપૂર્વક કામ લીધું હતું. તેમજ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝપાઝપી એવા સમયે થઈ જયારે આરોપીની અન્ય ગુનાની પૂછપરછ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. અમદાવાદ પોલીસે આ ઘટનાનો ફોટો વિડીયો પણ પુરાવા તરીકે રાખ્યા છે.
આપણ વાંચો: અમદાવાદના પાલડીમાં ભઠ્ઠા નજીક યુવકની મોડી રાત્રે હત્યા, પોલીસે તપાસ શરુ કરી