અમદાવાદ

Ahmedabadમાં બેફામ બનતા વાહન ચાલકો, છેલ્લા બે મહિનામાં હિટ એન્ડ રનની 55 ઘટના

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) શહેરમાં હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા બે મહિનામાં હિટ એન્ડ રનની 55 ઘટના બની હતી. જો કે, હજુ 39 આરોપી ફરાર છે. માત્ર 16 આરોપીને જ પોલીસ ઝડપી શકી છે. બે મહિનામાં નોંધાયેલા આ 55 કેસમાંથી 50 ટકાથી વધુ ઘટના સાંજે 6થી સવારે 6 વચ્ચે બની હતી. આ સમયાગાળામાં હિટ એન્ડ રનના 30 કેસ નોંધાયા હતા.

જાન્યુઆરીમાં હિટ એન્ડ રનમાં 28 લોકો મૃત્યુ પામ્યા હતા.
જાન્યુઆરીમાં હિટ એન્ડ રનમાં 28 લોકો મૃત્યુ પામ્યા હતા. આ બે મહિનામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો એક કેસ આવ્યો હતો. જ્યારે એક સગીરની ધરપકડ કરાઈ હતી. કેટલીક ઘટનામાં સીસીટીવી કેમેરા ન હોવાથી આરોપીની ધરપકડમાં પોલીસને મુશ્કેલી પડી રહી છે.

થલતેજ નજીક હિટ એન્ડ રનની ઘટના
ઉલ્લેખનિય છે કે, અમદાવાદ શહેરમાં 13 માર્ચની સવારે થલતેજ નજીક હિટ એન્ડ રનની ઘટનામા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ ઘટના થલતેજ મેટ્રો સ્ટેશન નીચે બની હતી. જેમાં પૂરઝડપે આવી રહેલા એક ટ્રકના ડ્રાયવરે ઓટો રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં બેઠેલા પેસેન્જરનું મોત થયું હતું.

આ પણ વાંચો…Gujarat માં આંદોલનની તૈયારી,  પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓ સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ પર

વિજય ચાર રસ્તા પાસે હાલમાં જ હિટ એન્ડ રનની ઘટના બની
અમદાવાદમા 6 માર્ચના રોજ વિજય ચાર રસ્તા પાસે હાલમાં જ હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ખાનગી બસના ચાલકે બાઈકને ટક્કર મારી હતી અને ઘટના સ્થળે તેનું મોત થયું હતું. ટક્કર માર્યા બાદ બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.પરંતુ આરોપી અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button