અમદાવાદ

ઈન્સ્ટાગ્રામમાં ગ્રુપ બનાવ્યું Ahmedabad_dog_lovers, પણ કરી એવી ગેરકાનૂની પ્રવૃત્તિ કે…

અમદાવાદઃ અમદાવાદ ડૉગ લવર્સના નામે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખોલી કાચબાની ગેરકાયદે તસ્કરી કરતા ચારને સતર્ક અમદાવાદ ગ્રામીણ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (એસઓજી) અને વન વિભાગના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા. ઈન્ડિયન સ્ટાર ટોરટોઈઝ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ સુરક્ષિત પ્રજાતિ છે.

ગુપ્ત માહિતીના આધારે, પોલીસે અમદાવાદ ડૉગ લવર્સ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા આ કામ કરતા એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો જ્યાં આરોપીઓ કાચબાઓને વેચાણ માટે ઓફર કરી રહ્યા હતા.

આપણ વાચો: નખત્રાણા પંથકમાં જાળીમાં ફસાયેલા બાળ દીપડાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું

ધરપકડ કરાયેલા લોકોની ઓળખ જામનગરના મુકેશ સોની, રાજસ્થાનના અજમેરથી શુભમ નોટવાની, રાજસ્થાનના પાલીના યશવંતસિંહ ચૌહાણ, અને અમદાવાદના સંકેત સોનાવણે તરીકે થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ચારેય જણ ખરીદદારોનો સંપર્ક કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા અને યુપીઆઈ દ્વારા ચુકવણી સ્વીકારતા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર વેપાર વિશે જાણ્યા પછી અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગે ઇન્સ્ટાગ્રામ પર આ લોકોને ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. માર્ચમાં એક ડિકોય ઓપરેશન નિષ્ફળ ગયું હતું, પરંતુ બે બિન-વિભાગીય ડેકોય પાછળથી સોદો કરવામાં સફળ રહ્યા હતા. રેડિયો કેબ સેવાનો ઉપયોગ કરીને કાચબાઓને અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા. વન વિભાગે અમદાવાદ ગ્રામિણ પોલીસની મદદથી આ કામ પાર પાડ્યું હતું, તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button