સરકારી નોકરીના નામે છેતરપિંડી: અમદાવાદ સાયબર ક્રાઈમને મળી મોટી સફળતા, મુખ્ય આરોપી ઝડપાયો

અમદાવાદઃ શહેર પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય નોકરીની લાલચ આપીને રેકેટ ચલાવનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. આરોપી દ્વારા નકલી ઈન્કમટેક્સ ઓફિસર તરીકેની ઓળખ આપીને ઈન્કમટેક્સ, રેલવે અને ભારતીય ફૂડ વિભાગ જેવા અલગ-અલગ શાખામાં નોકરી આપવાના બહાને નકલી નિમણૂકોની ઓફર કરીને છેતરપિંડી આચરવામાં આવતી હતી.
સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. નકલી સરકારી ઓફર લેટર્સથી નોકરી ઈચ્છુક લોકો સાથે છેતરપિંડી કરનારા એક વ્યક્તિને ઝારખંડથી ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આપણ વાચો: ગુજરાતમાં 892 કરોડના તોતિંગ સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ
પોલીસના જણાવ્યા અનુસાર, ઝારખંડના ધનબાદના રહેવાસી અમન કુમાર (ઉં.વ.36)એ કથિત રીતે નકલી સરકારી ડોમેન બનાવ્યા હતા અને સરકારી નોકરીઓ આપવાના બહાને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી કરી હતી.
પોલીસે બાતમીના આધારે આરોપીને ધનબાદથી ધરપકડ કરવામાં આવી હતી અને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવવામાં આવ્યો હતો. પોલીસે વધુ પૂછપરછ માટે આરોપીની આઠ દિવસની કસ્ટડી મેળવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો અને ટેલી અને કમ્પ્યુટર એકાઉન્ટિંગનો કોર્સ પૂર્ણ કર્યો હતો. આરોપીએ અલગ-અલગ સરકારી વિભાગોના નકલી ડોમેનનો ઉપયોગ કરીને સાયબર નેટવર્ક ચલાવતો હતો.
આપણ વાચો: સાયબર ફ્રોડ માટે બૅન્ક ખાતાં અને સિમ કાર્ડ ખરીદીને ઍક્ટિવેટ કરનારી ટોળકી પકડાઈ
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તેના બેંક ખાતાઓ સાથે જોડાયેલી 100 થી વધુ ઓનલાઈન ફરિયાદો મળી હતી.તે આર્થિક રીતે નબળા વ્યક્તિઓના બેંક ખાતાઓનો ઉપયોગ કરતો હતો. જેમાં ખાતેદારને છેતરપિંડી કરાયેલા ફંડમાંથી અમુક રકમ કમિશન ચૂકવવામાં આવતી હતી.
આરોપી તેના સાથીઓ સાથે મળી નોકરી ઈચ્છુક યુવાનોનો સંપર્ક કરતા હતા. જે બાદ ખોટું નામ ધારણ કરીને રેલવે,ઇન્કમટેક્સ, ફૂડ,રેલવે, આરોગ્ય જેવી કચેરીઓના નામ સાથે ભળતાં નામના ઇ-મેલ આઇડી બનાવી લોકોને ઇ-મેલ કરતા હતા.
શહેર મોટી હોટલમાં ઈન્ટરવ્યૂ માટે બોલાવીને લોકોના ઈન્ટરવ્યુ લઈને પસંદગી કરતા હતા.પસંદગી કર્યા બાદ અન્ય જગ્યાએ લઈ જઈને ટ્રેનિંગ આપીને લાખો રૂપિયા પડાવતા હતા.અમદાવાદ સાયબર ક્રાઇમમાં મૂળ ઝારખંડમાં રહેતી યુવતીએ નોંધાવેલી ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.



