નવજાત શિશુઓનો ફોટા મોકલીને થતો હતો સોદો, નકલી જન્મ દસ્તાવેજ પણ બનતાઃ ક્રાઇમ બ્રાન્ચનો પર્દાફાશ…

અમદાવાદ: થોડા દિવસ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરીને એક નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવી લીધું હતું. ગુજરાત એટીએસ તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક કોતરપુર પમ્પિંગ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. આ દરમીયાન હિંમતનગર તરફથી આવતી એક શંકાસ્પદ મારુતિ અર્ટિગા કારને આંતરીને તપાશ કરતા, તેમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું. આ મામલે પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
મળતી વિગતો અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. અહેવાલો અનુસાર આ રેકેટમાં નિસંતાન દંપતી કે જેને બાળક જોઈતું હોય તેની પાસેથી મોટા દલાલ દ્વારા એડવાન્સ રકમ ઉઘરાવવામાં આવતી હતી. પૈસા મળ્યા બાદ દલાલોની ટુકડી બાળકની શોધ આદરતી હતી. ગરીબ અથવા મજબુર લોકો પાસેથી બાળકની ખરીદી કરવામાં આવતી હતી. બાળકને સારા કપડા પહેરાવીને તેના ફોટા પાડીને એજન્ટોનાં ગ્રુપમાં મુકવામાં આવતા હતા અને બાદમાં તેની કિંમત નક્કિ કરવામાં આવતી હતી.
આ પણ વાંચો…રાજકોટમાંથી ચોરી થયેલી ચાંદી અમદાવાદમાંથી ઝડપાઈ, 40 કિલો ચાંદી સાથે બેની ધરપકડ…
આ બાળકનાં માતા-પિતાને અમુક રકમ ચૂકવીને બાળકનો કબજો કરી લેતા હતા અને બાદમાં બાળકની સંભાળ રાખવા માટે મહિલા દલાલો પણ રાખવામાં આવતી હતી. આ રેકેટના મુખ્ય દલાલ નિઃસંતાન દંપતીઓ પાસેથી એડવાન્સમાં રૂ. 10થી 15 લાખ લેતા હતા. જો કે એક વખત જો બાળકનો ફોટો મોકલાઈ જાય પછી આ રકમ રિફંડ મળી શકતી નહીં. ચોંકાવનારી બાબત એ હતી કે, બાળક મળી ગયા બાદ ર્સિંગ હોમમાં ચોક્કસ દિવસે બાળકનો જન્મ થયો હોવાની ખોટી એન્ટ્રી કરાવવામાં આવતી હતી અને તેના આધારે જન્મનો દાખલો અને અન્ય તમામ દસ્તાવેજો તૈયાર કરી દેવામાં આવતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરીને એક નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવી લીધું હતું. ગુજરાત એટીએસ તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક કોતરપુર પમ્પિંગ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી.
આ દરમીયાન હિંમતનગર તરફથી આવતી એક શંકાસ્પદ મારુતિ અર્ટિગા કારને આંતરીને તપાશ કરતા, તેમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું. સ્થળ પર કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, તેઓએ આ નવજાત શિશુને યુનુસ નામના વ્યક્તિ પાસેથી રૂ. ૩.૬૦ લાખમાં ખરીદ્યું હતું. આ ટોળકી બાળકને હૈદરાબાદ લઈ જઈને ત્યાંના નાગરાજ નામના એજન્ટને સોંપવાની પેરવીમાં હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ વંદના પંચાલ (ઓઢવ, અમદાવાદ), રોશન ઉર્ફે સજ્જન અગ્રવાલ (હૈદરાબાદ) અને સુમિત યાદવ (વટવા, અમદાવાદ) તરીકે થઈ હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે સૂત્રધાર યુનુસ અને નાગરાજ વિરુદ્ધ પણ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે કાર્યવાહી દરમિયાન રૂ. ૧૦,૦૫૦ રોકડા, ચાર મોબાઈલ ફોન અને તસ્કરીમાં વપરાયેલી અર્ટિગા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.



