અમદાવાદ

અમદાવાદમાં કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું, 16 બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ

અમદાવાદ : અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ બાદ હવે કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે. તેમજ શહેરના અનેક બ્રિજના સ્ટ્રક્ચરની તપાસ પણ હાથ ધરી છે. તેમજ લોકોની સલામતીને ધ્યાનના રાખીને અમદાવાદ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. જેમાં શહેરના 16 બ્રિજ પર ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેની માટે બ્રિજની બંને તરફ હાઈટ બેરિયર પણ લગાવવામાં આવશે.

92 બ્રિજના સ્ટ્રક્ચરની તપાસનો આદેશ

આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા શહેરમાં 25 વર્ષ જુના બ્રિજનું સમારકામ પણ હાથ ધરવામાં આવશે. જેની માટે કોર્પોરેશને રૂપિયા ૩ કરોડનું ટેન્ડર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 92 બ્રિજના સ્ટ્રક્ચરની તપાસનો આદેશ આપ્યો છે. આ દરમિયાન સુભાષ બ્રિજ હવે 25 ડિસેમ્બર સુધી જાહેર અવરજવર માટે સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ 16 બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ

ક્રમપુલનું મૂળ નામ/સ્થાનપુલનો પ્રકારહાલમાં પ્રચલિત નામ/અન્ય વિગત
1કાલુપુર રેલ્વે ઓવરબ્રિજરેલ્વે ઓવરબ્રિજમનુભાઈ પરમાર બ્રિજ
2સરદાર પટેલ બ્રિજ-જુનોનદી પરનો પુલ (સાબરમતી)જુનો સરદાર પટેલ બ્રિજ
3મહાત્મા ગાંધી બ્રિજ – જુનોનદી પરનો પુલ (સાબરમતી)જુનો મહાત્મા ગાંધી બ્રિજ
4નહેરુ બ્રિજનદી પરનો પુલ (સાબરમતી)
5પરીક્ષિત મજમુદાર બ્રિજનદી પરનો પુલ (સાબરમતી)
6સુભાષ બ્રિજનદી પરનો પુલ (સાબરમતી)
7બાબુ જગજીવનરામ રેલવે ઓવરબ્રિજરેલ્વે ઓવરબ્રિજગીરધર નગર બ્રિજ
8બાબાસાહેબ આંબેડકર રેલ્વે ઓવરબ્રિજરેલ્વે ઓવરબ્રિજચામુંડા બ્રિજ
9ચીમનભાઈ પટેલ રેલ્વે ઓવરબ્રિજરેલ્વે ઓવરબ્રિજ
10કેડિલા રેલ્વે ઓવરબ્રિજરેલ્વે ઓવરબ્રિજ
11નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજરેલ્વે ઓવરબ્રિજ
12સરદાર પટેલ બ્રિજ પહોળો કરેલોનદી પરનો પુલ (સાબરમતી)નવો સરદાર પટેલ બ્રિજ
13ચાંદલોડિયા રેલ્વે ઓવરબ્રિજરેલ્વે ઓવરબ્રિજપંડિત દીનદયાળ બ્રિજ
14સ્વામી વિવેકાનંદ પહોળો કરેલો બ્રિજનદી પરનો પુલ (સાબરમતી)નવો સ્વામી વિવેકાનંદ બ્રિજ
15મહાત્મા ગાંધી બ્રિજ પહોળો કરેલોનદી પરનો પુલ (સાબરમતી)નવો મહાત્મા ગાંધી બ્રિજ
16શ્યામાપ્રસાદ મુખર્જી રેલવે ઓવરબ્રિજરેલ્વે ઓવરબ્રિજજીવરાજ બ્રિજ

ગાંધી બ્રિજ અને સરદાર બ્રિજ પર પણ ભારે વાહનો માટે પ્રતિબંધ

અમદાવાદ કોર્પોરેશન દ્વારા ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવેલા બ્રિજમાં શહેરના સૌથી જુનો ગાંધી બ્રિજ જે વર્ષ 1942માં બન્યો હતો અને સરદાર બ્રિજ જે વર્ષ 1940માં બન્યો હતો તેનો પણ સમાવેશ થાય છે. તેમજ વર્ષ 1962 માં બનેલા નહેરુ બ્રિજ અને વર્ષ 1968 માં બનેલા પરીક્ષિત મજુમદાર બ્રિજ પર ભારે વાહનોને પણ પ્રતિબંધિત કરવામાં આવશે. જયારે વર્ષ 1875 માં બનેલા કાલુપુર રેલ્વે ઓવરબ્રિજ પર હાઈટ બેરિયર લગાવવામાં આવશે, જ્યારે અન્ય જૂની ઇમારતો પર વાહનચાલકોને ભાર મર્યાદાની ચેતવણી આપતા નવા સંકેતો લગાવવામાં આવશે.

આ પણ વાંચો…અમદાવાદ બનશે બ્રિજ સિટી, જાણો કેટલા કરોડનો થશે ખર્ચ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button