અમદાવાદ કોર્પોરેશનનું જરુરિયાતમંદ લોકો માટે 10 હજાર ફ્લેટ બનાવવાનું આયોજન | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદ કોર્પોરેશનનું જરુરિયાતમંદ લોકો માટે 10 હજાર ફ્લેટ બનાવવાનું આયોજન

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2027 પૂર્વે રાજય સરકાર નાગરિકોના ઘરના ઘરનું સપનું પૂર્ણ કરવા માટે પ્રયાસ શરુ કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જરુરિયાતમંદ લોકો માટે 10 હજારથી વધુ ફ્લેટ બનાવવાનું આયોજન કર્યું છે. આ ફ્લેટ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બનાવવામાં આવશે.

અલગ અલગ ઇનકમ ગ્રુપના લોકો માટે ફ્લેટ બનાવવાનું આયોજન

આ અંગે મળતી માહિતી મુજબ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે લો ઈન્કમ ગ્રુપ પ્રકારના ફ્લેટ બનાવવામાં આવશે. તેમજ હાલમાં જ્યાં ફ્લેટ છે અને જર્જરીત છે ત્યાં રીડેવલોપમેન્ટ કરવામાં આવશે એટલે કે નાગરિકોને નવા મકાનો બનાવીને રહેવા માટે આપવામાં આવશે. જેમાં તેમને માત્ર મેન્ટેનન્સ ચાર્જ ચૂકવવાનો રહેશે

1406 કરોડ રૂપિયાના ખર્ચે 10,000 આવાસનું આયોજન

આ આયોજન અને કોર્પોરેશનની હાઉસિંગ કમિટીના ચેરમેને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં લોકોને ઘરનું ઘર મળી રહે અને સસ્તા ભાવે લોકોને મકાન મળે તેના માટે અલગ અલગ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત આર્થિક રીતે નબળા લોકો, એલઆઈજી અને ઝૂંપડપટ્ટી તેમજ જૂના થઈ ગયેલા મકાનોને રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેની માટે 1406 કરોડ રૂપિયાના ખર્ચે 10,000થી વધારે આવાસ યોજનાના મકાનો બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે. આ માટે આગામી દિવસોમાં તબક્કાવાર ફોર્મ બહાર પાડવામાં આવશે. જેમાં કુલ 30 જેટલા સ્થળો ઉપર આ મકાનો બનાવવામાં આવનાર છે.

જુના સ્ટાફ ક્વાર્ટર્સનું રીડેવલમેન્ટ કરવામાં આવશે

જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઈડબ્લ્યુએસના 2623 મકાનો, સ્લમ રીડેવલમેન્ટ હેઠળ 2497 મકાનો, એલઆઈજી હેઠળ 1233 મકાનો, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3794 આવાસ બનાવવામાં આવશે. જયારે જુના સ્ટાફ ક્વાર્ટર્સ પૈકી મોટાભાગના સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત બની ગયા છે. શહેરના જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, દૂધેશ્વર, ખોખરા, નરોડા, બાપુનગર, વગેરે વિસ્તારમાં આવેલા મકાનો જર્જરિત બની ગયા હોવાથી આ મકાનોને રીડેવલપ કરવામાં આવશે.

આ પણ વાંચો…અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે 133 ઇજનેરની ભરતી, જાણો વિગત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button