અમદાવાદ ભવિષ્યનું સ્પોર્ટ્સ બનશે, જાણો પી ટી ઉષાએ બીજું શું કહ્યું

અમદાવાદઃ કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈ રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની રચના કરવાનો નિર્ણય લીધો છે. તેના વડા તરીકે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ અને કોમનવેલ્થ ગેમ્સના પ્રભારી પી ટી ઉષાની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ વિવિધ પ્રોજેક્ટ્સના ભંડોળ પર નજર રાખશે. પી.ટી. ઉષાએ 2036ની ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીને મજબૂત કરવા માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાના ગુજરાત સરકારના પ્રયાસો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
પી.ટી. ઉષાએ કહ્યું, ઘણું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. અમારો કાર્યક્રમ જ્યાં યોજાયો હતો તે ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં તેમણે ઘણું સારું કામ કર્યું છે. અમદાવાદ ભવિષ્યમાં સ્પોર્ટ્સ હબ બનવાના પંથે છે. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંથી દરેક જણ ખુશ હતા.” આ બેઠકમાં રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અગાઉ જણાવ્યું હતું કે મોટેરાના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દસ મોટા સ્ટેડિયમ બનાવવામાં આવશે.
અમદાવાદમાં યોજાયેલા સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવમાં શુક્રવારે ભારતના રમતગમતના વહીવટકર્તાઓને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, મલ્ટી-સ્પોર્ટ્સ ઈવેન્ટ્સને એથ્લેટ્સ માટે હાજર રહેવાને બદલે “પરિવાર સાથે ફરવા” તરીકે ગણવાની બાબત સહન કરવામાં આવશે નહીં. તેમને 15 જાન્યુઆરી સુધીમાં એશિયન ગેમ્સના નામો આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
સૂત્રોએ 10 વર્ષની મેડલ વ્યૂહરચના રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, જો અધિકારીઓનો મોટો કાફલો જાય અને જ્યારે એથ્લેટને જરૂર હોય ત્યારે એક પણ ઉપલબ્ધ ન હોય તો તે શરમજનક ગણાશે. તેમણે એથ્લેટ્સ માટે 100 ટકા સમય ત્યાં હાજર રહેવું પડશે. જો તમે આને સંબંધીઓ સાથે ફરવા જવાનું સાધન માનતા હોવ તો મહેરબાની કરીને ના જશો. અમને તમારી જરૂર નથી તેમ પણ કહ્યું હતું.
આ પણ વાંચો…કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈ ગુજરાત સરકારે પી ટી ઉષાને શું સોંપી મોટી જવાબદારી ?



