અમદાવાદટોપ ન્યૂઝ

એચએમપીવી સામે લડવા અમદાવાદ સિવિલની કેવી છે તૈયારી? જાણો વિગત…

અમદાવાદઃ ગુજરાતમાં એચએમપીવી વાયરસનો કેસ નોંધાયા બાદ આરોગ્ય દોડતું થયું છે. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં એક બાળકનો રિપોર્ટ એચએમપીવી પોઝિટિવ આવતા મનપા તંત્રએ આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ ખાતે પણ આ મુસીબતને પહોંચી વળવાની તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે હોસ્પિટલ તંત્ર દ્વારા ટેસ્ટિંગ કિટ, દવા, ડોક્ટર્સ સ્ટાફ અને બેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અમને ટેસ્ટિંગ માટેની સુચના મળતા જ અમે તૈયારીઓ પુરી કરી લીધી છે. સિવિલમાં આ માટે ડોક્ટર્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સની વ્યવસ્થા પુરી કરી લેવાઈ છે. આ વાયરલ ઈન્ફેક્શન છે જેના માટે કોઈ વેક્સિન નથી. જરૂરી તમામ દવાઓની આપણી પાસે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : HMPV મામલે સ્કૂલો સાવધઃ માતા-પિતાને આપી આવી સલાહ

સોમવાર સાંજથી જ અમે 15 બેડનું આઈસોલેશન બનાવી કાઢ્યું છે, માટે લોકોએ આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. જો કે સરકારે એડવાઈઝરી બહાર પાડ્યા પછી પણ આટલી મોટી હોસ્પિટલમાં માત્ર 15 બેડની જ વ્યવસ્થા ઉભી કરવામા આવી એ બાબત ચર્ચાનો વિષય બની છે.

સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, આટલા મોટા અમદાવાદ શહેર માટે સિવિલ તંત્રએ માત્ર 15 બેડની વ્યવસ્થા જ કરી છે, વળી એચએમપીવી વાયરસની ટેસ્ટીંગ પ્રક્રિયા માટે સિવિલ તંત્ર પાસે ફક્ત 25 કીટ જ ઉપલબ્ધ છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને આ મામલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ કોઈ કેસ ન હોવાથી માત્ર 15 બેડની વ્યવસ્થા કરી હોવાની જાણકારી આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button