Ahmedabad ના ચાંગોદરમાં કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલો, પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ: ગુજરાતના પ્રખ્યાત કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના અમદાવાદના(Ahmedabad)ચાંગોદર વિસ્તારમાં બની છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી. તેમજ હુમલો કરનારની તપાસ હાથ ધરી છે. આ હુમલા અંગે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાની મળતી પ્રાથમિક માહિતી મુજબ કલાકાર દેવાયત ખવડ કાર્યક્રમમાં મોડા પહોંચતા કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. દેવાયત ખવડનો સાણંદમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં તેમને મોડું થયું હતું .
આ પણ વાંચો: દુષ્કર્મના કેસમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો: 50 સામે ગુનો
તેવો સાણંદના કાર્યક્રમમાં હતા
પ્રાથમિક માહિતી અનુસાર 2 કાર્યક્રમ તેમના હતા જેમાં સાણંદમાં કાર્યક્રમમાં તેમને મોડું થયું.જેના લીધે કાર્યક્રમ માણવા આવેલા લોકોમાં આક્રોશ ફેલાયો હતો. તેમજ તેમની ગાડી જોઇને કાર પર હુમલો કર્યો હતો. જોકે, સદનસીબે કારમાં કલાકાર દેવાયત ખવડ ન હતા. તેવો સાણંદના કાર્યક્રમમાં હતા.
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
જેના કારણે બીજા કાર્યક્રમમાં સમયસર પહોંચી શક્યા ન હતા.જેના લીધે ગુસ્સામાં આવીને લોકોએ કાર જોઇને હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.