અમદાવાદટોપ ન્યૂઝ

Ahmedabad: ચાંદખેડામાં AMTS પાછળ કાર ઘૂસી ગઈ, એકનું મોત

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા ગામના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માતની ઘટના બની હતી. એએમટીએસ બસની પાછળ કાર ઘૂસી ગઈ હતી. ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જાતા રોડ પર દોડધામ મચી ગઈ હતી અને લોકો રોડની સાઇડમાં જતા રહ્યા હતા. કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. કારની સ્પીડ એટલી વધારે હતી કે એએમટીએસને ટક્કર લાગતાં 10 ફૂટ આગળ ધકેલાઈ ગઈ હતી. એએમટીએસનો પાછળનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો.

કેવી રીતે બની ઘટના
મળતી વિગત પ્રમાણે, ચાંદખેડા ગામના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે આજે સવારે કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી. બસ સ્ટેન્ડ પાસે એએમટીએસની બસમાં મુસાફરો ચડી રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ ભટકાતા બસમાં ચડી રહેલા લોકો બૂમાબૂમ કરી મૂકી હતી. અકસ્માતમાં કાર ચાલકને ઈજા જ્યારે બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ ઈજા થઈ હતી.

પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે, કાર ફૂલ સ્પીડમાં જતી હતી ત્યારે બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. બસામાં ચડતા લોકો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, કાર ચાલક નશામાં હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:  નશામાં વાહન ચલાવતા ઝડપાયા તો આવી બન્યું સમજો, ફોટો ઓનલાઈન થઈ જશે અપલોડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button