અમદાવાદમાં બેફામ કાર ચાલકે લોડીંગ રીક્ષાને લીધી અડફેટે, કિશોરનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત

Ahmedabad Crime News: શહેરમાં વાહન અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. ચાંદખેડા વિસ્તારમાં બેફામ કાર ચાલકે લોડીંગ રીક્ષાને અડફેટે લીધી હતી. જેના કારણે સર્જાયેલા અકસ્માતમાં 14 વર્ષના કિશોરનું મૃત્યુ થયું હતું. જે કારથી અકસ્માત થયો તે પોલીસની હતી અને કોઈ સંબંધી ચલાવતો હતો.
કારમાંથી મળી પોલીસ લખેલી પ્લેટ
અકસ્માત સર્જનારી કારમાંથી પોલીસ લખેલી પ્લેટ મળી આવી હતી. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા અને થોડીવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. કિશોરના મોતના પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ઘટના બાદ સ્થાનિકો અને પોલીસમાં બોલાચાલી પણ થઈ હતી. ગાડીમાં દારૂ પણ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો : અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 8 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા
લોડીંગ રીક્ષા કિશોરના ગળા પર પડી
ચાંદખેડા આઈઓસી રોડ ઉપર સ્નેહા પ્લાઝાની સામે ગંગારામ ગુર્જર તેમના 14 વર્ષના બાળક શંકરને લોડીંગ ટેમ્પામાં બેસાડીને લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન એક કાર ચાલતે પુરપાટ ઝડપે આવીને લોડીંગ રીક્ષાને ટેક્ટર મારી હતી. લોડીંગ રીક્ષાને ટક્કર વાગતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી,જેના કારણે રિક્ષામાં સવાર પિતા પુત્ર નીચે પડ્યા હતા. લોડીંગ રીક્ષા 14 વર્ષના માસુમ બાળક પર પડતા ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. બાળકનું અકસ્માતમાં સ્થળ પર જ મોત થયું હતું. વ્હાલસોયાના મોતને લઈ પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાના એક દિવસ પહેલાં અમદાવાદ શહેરના મીઠાખળી વિસ્તારમાં પૂરપાટ જઈ રહેલી કારે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જેમાં અનેક વાહનોને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક મહિલાનું મોત થયું હતું.