અમદાવાદના બોપલ નજીકના ઘુમામાં ફાયરિંગમાં એક યુવકનું મોત, હત્યા કે આત્મહત્યા તપાસ શરુ…

અમદાવાદ : અમદાવાદમાં શહેરના બોપલ નજીકના ઘુમામાં ગત મોડી રાત્રે જાહેરમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે. જેના લીધે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ ફાયરિંગની ઘટનામાં એક યુવકનું મોત થયું છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
તેમજ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, તે પૂર્વે જ તેનું મોત થયું હતું. પોલીસને યુવક પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે. જેના લીધે આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.
યુવકના માથામાં ગોળી વાગતા મોત
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ગત મોડી રાત્રે ઘુમામાં ખાનગી ફાયરિંગની ઘટના બની હતી જેમાં કબીર એન્કલેવમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના યુવકના માથામાં ગોળી વાગતા મોત નિપજ્યું હતું.આ ગોળીબાર નાણાની લેતી દેતીમાં થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જોકે, આ દરમિયાન પોલીસને કલ્પેશના ખિસ્સામાંથી ચિઠ્ઠી પણ મળી આવી છે. જેના લીધે આ હત્યા કે છે આત્મહત્યા તે અંગે સસ્પેન્સ ઉભું થયું છે. બોપલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જયારે પોલીસ બીજા અનેક એન્ગલથી આ ફાયરિંગની તપાસ કરી રહી છે.
મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો
જયારે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. તેમજ યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. જયારે પોલીસે સોસાયટીના સીસીટીવી અને રોડ પરના સીસીટીવી તપાસ માટે લીધા છે.
આ પણ વાંચો…બોપલમાં ઉછીના પૈસા ન આપતા એક યુવક પર 12 જેટલા શખ્સોએ કર્યો હુમલો…