અમદાવાદમાં નોનવેજની દુકાનમાં લુખ્ખા તત્વોનો આતંક, દુકાનદાર પર હુમલો કરી તોડફોડ કરી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વોને પોલીસનો કે કાયદાનો ડર જ ન હોય તે રીતે ખુલ્લેઆમ આતંક મચાવતા રહે છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ત્રણ લુખ્ખા તત્વોએ નોનવેજની એક દુકાનમાં ઘૂસી વેપારી સાથે મારામારી અને દુકાનમાં તોડફોડ કરતા ચકચાર મચી ગઈ હતી. તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વેપારી દ્વારા ત્રણેય શખસો સામે ગુનો નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દંડા અને કટાર વડે દુકાનમાં તોડફોડ કરી
મળતી વિગત મુજબ, અમદાવાદના કૃષ્ણનગરના જી.ડી ચાર રસ્તા પાસે તકદીર ફ્રાય સેન્ટરના નામથી દુકાન ચલાવતા હરીશ દેવતડે નામમાં વ્યક્તિ પર રાતના 12 વાગ્યાની આસપાસ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો.ત્રણ જેટલા વ્યક્તિઓએ ભેગા મળીને દંડા અને કટાર વડે દુકાનમાં તોડફોડ કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં નવરાત્રિમાં અસામાજિક તત્વોનો આતંક: બોપલના પાર્ટી પ્લોટમાં તોડફોડ…
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
જયારે થોડીવારમાં દુકાનમાં અંદર જઈને હરીશભાઈને દંડા વડે ફટકાર્યા હતા.કટાર વડે પણ હરીશભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો.દુકાનમાં રહેલી તમામ વસ્તુઓમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો.આસપાસના લોકો ભેગા થતા ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા.જતા જતા એક શખ્સ જાનથી મારી નાખવાની ધમકી આપીને ગયો હતો. જયારે દુકાન માલિક હરીશભાઈએ ત્રણેય શખ્સ વિરુદ્ધમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



