અમદાવાદ

કૉમન વેલ્થ ગેમ્સને કારણે અમદાવાદીઓને ચોખ્ખી હવા મળવાની શક્યતા, એએમસીએ…

અમદાવાદઃ અમદાવાદમાં દેશના અન્ય શહેરોની જેમ પોલ્યુશન વધતું જાય છે અને હવા અત્યંત ઝેરી બનતી જતી હોય તેવા અહેવાલો સતત આવ્યા કરે છે. પણ અન્ય શહેરો કરતા અમદાવાદને પોલ્યુશનમાંથી મુક્તિ મળવાની શકયતા થોડી વધારે છે અને તેનું કારણ છે અમદાવાદમાં યોજાનારી કૉમન વેલ્થ ગેમ્સ.

૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય રમતગમતના વિવિધ કાર્યક્રમો પહેલા અમદાવાદને આધુનિક બનાવવાના પ્રયાસના ભાગ રૂપે, ગુજરાત સરકાર અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ-લાલ બસ) અને બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ)ની બધી બસોને ઇલેક્ટ્રિક વાહનો (ઈવી) માં ફેરવી નાખવા વિશે સરકાર વિચાર કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

AMTS

સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી બે વર્ષમાં ફક્ત ઈવી બસો ખરીદશે, જાહેર પરિવહનમાં ગ્રીન મોબિલિટી સુનિશ્ચિત કરવા માટે આગામી બે વર્ષમાં તમામ ઈંધણથી ચાલતી બસોને તબક્કાવાર બંધ કરશે.
આમ કરવાથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. રાજ્ય સીડબલ્યુજી ૨૦૩૦ પહેલા ઈવી ટ્રાન્પોર્ટેશન સિસ્ટમ અપનાવવા માગે છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…આનંદો! અમદાવાદને આંગણે આવી રહ્યો છે કૉમનવેલ્થ ગેમ્સનો શતાબ્દિ મહોત્સવ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button