અમદાવાદ

અમદાવાદ મનપા હવે નાગરિકોના ખાલી પ્લોટનો ઉપયોગ કરશે પાર્કિગ માટે

અમદાવાદઃ સતત વસ્તરતા જતા અમદાવાદ શહેરમાં ટ્રાફિક સાથે પાર્કિંગની સમસ્યા પણ એટલી જ જટિલ બની રહી છે. આના ઉકેલ તરીકે અમદાવાદ મહાનગરપાલિકા એક પ્રસ્તાવ મૂકવા જઈ રહી હોવાનું અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.
આ માટે મનપા નાગરિકોની મદદ લઈ રહી છે અને નાગરિકોને કમાણીનો મોકો પણ આપશે, તેવું નવા પ્રસ્તાવમાં છે. આ પ્રસ્તાવમાં ખુલ્લા પ્લોટ ધરાવતા નાગરિકો પાર્કિંગ માટે તેમને ભાડે આપી શકે છે અને વપરાશકર્તાઓ પાસેથી સીધા પૈસા વસૂલ કરી શકે છે. હાલ પૂરતી વ્યવસ્થાને ધ્યાનમાં લેતા મનપા નાગરિકોની કમાણીમાંથી કોઈ હિસ્સો લેવા માગતી નથી.

આ યોજના શહેરની વધતી જતી પાર્કિંગ સમસ્યાઓનો સામનો કરવા માટેના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે. આ સાથે દસથી વધારે દુકાન ધરાવતા કર્મશિયલ કૉમ્પ્લેક્સે પણ એક માણસની નિયુક્તિ કરવી પડશે જે દુકાન આસપાસના વિસ્તારોમાં આડેધડ થતા પાર્કિંગને રોકી વ્યવસ્થા જાળવે.

આ પણ વાંચો: અમદાવાદ મનપાએ બે વર્ષમાં 17 રીઝર્વ પ્લોટ વેચ્યા, રૂપિયા 1300 કરોડની આવક થઈ…

પાર્કિંગ માટે તેમની જગ્યા ખોલવા ઇચ્છુક કોઈપણ વ્યક્તિએ મનપાની એપ પર તેમની વિગતો અપલોડ કરવાની રહેશે, તેમ પણ પ્રસ્તાવમાં છે. આ સાથે હાલમાં ભલે પ્લોટમાલિક એકલો કમાણી કરે, પણ વર્ષ પછી મનપા અમુક હિસ્સો માગી શકે, તે વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

પાર્કિગની નવી નીતિ માટે ઔપચારિક રીતે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે મંજૂરીની રાહ જોઈ રહી છે.
મનપાએ વ્યક્તિઓ, ઓફિસો, હોસ્પિટલો અને અન્ય સંસ્થાઓ માટે માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક પાર્કિંગ પરમિટનો પણ પ્રસ્તાવ મૂક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button