અમદાવાદ

અમદાવાદમાં નવા વર્ષે જ દુર્ઘટના: આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા બે શ્રમિકોના મોત

અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં નવા વર્ષના દિવસે જ કરુણ દુર્ઘટના સર્જાય હતી. આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સેન્ટીંગ ભાગનું કામ ચાલી રહેલું હતું તે દરમિયાન ત્રણ મજૂરો નીચે પડ્યા હતા, જે પૈકી બે શ્રમિકોના મોત થયા હતા.

મળતી વિગતો અનુસાર, આંબાવાડી વિસ્તારના કલ્યાણ જ્વેલર્સ નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર સેન્ટિંગ પાટા પરથી ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. શ્રમિકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મુળ રાજસ્થાનના શાંતિલાલ માનત અને દેવિલાલ ભીલનું મૃત્યુ થયું હોવાની વિગતો મળી હતી.

આપણ વાચો: બાસ્કેટબૉલની કોર્ટમાં થાંભલા પડ્યા, રાષ્ટ્રીય ખેલાડી સહિત બે ટીનેજરના મૃત્યુ

અન્ય એકની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. મળતી વિગતો અનુસાર, સવારે જ શ્રમિકોએ સેન્ટિંગ બાંધાવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button