અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પાર્કિંગનો નવો નિયમ: રોકડમાં પેમેન્ટ કરશો તો આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે…

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર પાર્કિગનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે મુજબ જો તમે પાર્કિંગ માટે રોકડમાં ચૂકવણી કરશો તો તમારે નક્કી કરેલા પાર્કિંગ ચાર્જ ઉપરાંત વધારાના 100 રૂપિયા ચૂકવવા પડશે. સૂત્રો જણાવ્યા અનુસાર, આ નવો નિયમ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે છે, પરંતુ મુસાફરોને મૂકવા કે લેવા આવતા લોકોમાં આ નિયમને લઈને ભારે મૂંઝવણ જોવા મળી રહી છે.

સતત ટ્રાફિકથી ધમધમતું રહે છે શહેરનું એરપોર્ટ

હાલમાં, એરપોર્ટ પર દરરોજ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળીને 250 થી વધુ ફ્લાઇટ્સની અવરજવર રહે છે અને દરરોજ 35,000 થી વધુ મુસાફરો આવે છે. મુસાફરોને લેવા-મૂકવા આવતા લોકો સામાન્ય રીતે ડિજિટલ પેમેન્ટ દ્વારા ટુ-વ્હીલર માટે 30 મિનિટના 50 રૂપિયા અને કાર માટે કલાકના 150 રૂપિયા ચૂકવે છે. નવા નિયમ હેઠળ, રોકડમાં પેમેન્ટ કરવાથી ટુ-વ્હીલરનો ચાર્જ વધીને 150 રૂપિયા અને કાર પાર્કિંગનો ચાર્જ 250 રૂપિયા થઈ જશે. ઘણા મુલાકાતીઓએ આ નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો છે.

અમદાવાદ એરપોર્ટ પર હવે રોકડમાં પાર્કિંગ ફી ચૂકવનાર પાસેથી ₹100 વધારાના લેવામાં આવશે.

કેશ પેમેન્ટનો કેમ ચાર્જ કેમ વધારાયો

એરપોર્ટ પર સંબંધીને મૂકવા આવેલા એક વ્યક્તિએ કહ્યું, અમે રોકડમાં ચૂકવણી કરીએ કે ડિજિટલ, તેનાથી શું ફરક પડે છે? આ વધારાનો ચાર્જ અન્યાયી છે. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રોકડ ચૂકવણીમાં વધુ સમય લાગે છે, તેથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરી ‘મોંઘી’: દેશમાં ત્રીજા નંબરનો સૌથી વધુ UDF ચાર્જ!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button