અમદાવાદ પ્લેન ક્રેશઃ જુઓ મુસાફરોનું લિસ્ટ

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આજે પ્લેન ક્રેશ થયું હતું. લંડન જતી એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન તૂટી પડતાં 200થી વધુના કરુણ મોત નિપજ્યા હતા. એર ઇન્ડિયાના બોઇંગ પ્લેને ઉડાન ફરતી વખતે જ તૂટી પડ્યું હતું. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લિસ્ટ પ્રમાણે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ 100 જણના મોતની આશંકાઃ વિજય રૂપાણી મામલે અસંમજસ
પ્લેનના થયા 3 ટુકડા
અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યા બાદ મેઘાણીનગર આસપાસ અલગ અલગ 2 જગ્યા પર પ્લેન અથડાયું હતું. સિવિલની 1200 બેડની પાછળ બિલ્ડિંગમાં પ્લેન અથડાયું અને પછી ડોક્ટરની હોસ્ટેલની બિલ્ડિંગ સાથે પ્લેન અથડાયું હતું. પ્લેનના 3 ટુકડા થયા હતા.
મૃતદેહ કોલસો થઈ ગયા
મળતી વિગત પ્રમાણે, પ્લેનમાં 200થી વધુ મુસાફરો સવાર હતા. અત્યાર સુધીમાં 50 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતદેહ ભરથૂ થઈ ગયા હોવાથી ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી.