અમદાવાદ

અમદાવાદમાં મસ્જિદના ધાબા પર સાત વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, સગીરની હાલત ગંભીર

અમદાવાદ : અમદાવાદ શહેરના જમાલપુર નજીક ગાયકવાડ હવેલી વિસ્તારમાં સાત વર્ષના બાળક પર એક યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ગંભીર ઘટના બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. જો કે પોલીસે આ ઘટનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. જ્યાં આ ઘટના બની હતી તે વિસ્તારના સીસીટીવીના આધારે પોલીસે આરોપીને દબોચી લીધો હતો અને આ સમગ્ર મામલે પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ શરૂ કરી છે.

કુકર્મને અંજામ આપ્યો હતો

મળતી વિગત મુજબ, અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી નજીક આવેલ મકદુમ સાબ નામની મસ્જિદ આવેલી છે, જેના ધાબા પર એક 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની માહિતી મળતા પોલીસ સ્થળે પહોંચી હતી. આ જ વિસ્તારમાં રહેતો નોમાન શેખ નામનો શખ્સ બાળકને લલચાવી ફોસલાવી ધાબા પર લઈ ગયો હતો. બાળકને નમાજ કઈ રીતે પઢાય તે શીખવાડવાના બહાને તે મકદુમ સાબ નામની મસ્જિદના ધાબા પર લઈ ગયો હતો અને બાદમાં આ કુકર્મને અંજામ આપ્યો હતો.

પીડિત બાળકની સ્થિતિ ગંભીર

હાલ આ ચોંકાવનારી ઘટનાના સીસીટીવી વીડિયો પણ બહાર આવ્યા છે. તેમાં આરોપી નોમાન શેખ બપોરે 1.37 વાગ્યે બાળકને ધાબે લઈ જાય છે અને બાદમાં 15થી 20 મિનિટ ધાબા પર રહ્યા બાદ 1.52 વાગ્યે આરોપી નોમાન શેખ બાળક સાથે નીચે ઉતરે છે. ત્યારે આ આખા બનાવ અંગે જાણ થતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી, સાથે ઘટનામાં પીડિત બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મૌલાના પાસેથી ઘટના અંગે જાણકારી પણ મેળવી હતી

સગીર સાથે દુષ્કર્મ મામલામાં ગાયકવાડ પોલીસે આરોપીને સાથે રાખીને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી નોમાનને લાવતા લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. પોલીસ આરોપીને સાથે લઈ જઈ ઘટનાનું પંચનામું કર્યું હતું. તેની સાથે સાથે પોલીસે મૌલાના પાસેથી ઘટના અંગે જાણકારી પણ મેળવી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button