અમદાવાદ

7 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી, પોલીસે 14 કલાકમાં આરોપીને દબોચી લીધો…

અમદાવાદઃ ગુજરાતમાં ક્રાઇમના આંકડાની વાત કરવામાં આવે તો, દિવસેને દિવસે હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં પણ એક સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો હતો. આ ગુનામાં પોલીસે 14 જ કલાકમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીએ બાવળા સરખેજ હાઇવે રોડ ચાંગોદરમાં બાળકીની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં ક્રૂરતા પૂર્વક હત્યા કરી દીધી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યા અને દુષ્કર્મનો ગુનો નોંધીની કાર્યવાહી હાથ ધરી હતી.

આસપાસ રહેતા 100થી વધારે લોકોની પુછપરછ કરવામાં આવી
આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે 30 થી 40 સીસીટીવી કેમેરાઓની ઝીણવટપુર્વક તપાસ કરી હતી. એટલું જ નહીં પરંતુ પોલીસ દ્વારા આસપાસ રહેતા 100થી વધારે લોકોની પુછપરછ કરવામાં આવી હતી. દરેક પ્રકારની તપાસ કર્યા હાદ ટેક્નિકલ એનાલિસીસ અને હ્યુમનસોર્સથી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે ડોગ સ્કોડની મદદથી તપાસ કરવામાં આવતા કેટલાક શંકાસ્પદ ઇસમોને ટ્રેક કરવામાં આવેલ હતા. જેમાંથી મૂળ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે પુછપરછ કરી તો આરોપી ભાંગી પડ્યો અને….
રવિન્દ્રકુમાર છોટાલાલસિંઘ મોજીસાવ (ઉંમર વર્ષ – 30)ની પુછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો અને આખરે પોતાનો ગુનો માની લીધો હતો. આરોપીએ ઘટનાની વિગત જણાવી કે, તેણે પહેલા બાળકીને બિસ્કીટ આપવાનું કહી હાથ પકડી પોતાની રૂમમાં લઈ ગયો અને પછી તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ કરવા પ્રયત્ન કર્યો પરંતુ બાળકીએ બુમા બુમ કરી એટલે માથામાં ઇંટનો ટુકડો મારી હત્યા કરી દીધી હતી. અત્યારે પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ આરોપીને ઝડપી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે.

આપણ વાંચો : રાહુલ ગાંધીએ ફરી ચૂંટણીના મુદ્દાઓ પર વાત કરીઃ કૉંગ્રેસને મજબૂત કરવા બાબતે શું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button