Ahmadabad plane crash: ગૃહ પ્રધાન અમિત શાહે CM પટેલ સાથે વાત કરી, NDRFની 3 ટીમો તૈનાત | મુંબઈ સમાચાર

Ahmadabad plane crash: ગૃહ પ્રધાન અમિત શાહે CM પટેલ સાથે વાત કરી, NDRFની 3 ટીમો તૈનાત

અમદાવાદ: આજે ગુરુવારે બપોરે અમદાવાદના એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. ટેક ઓફ બાદ તુરંત પ્લેન મેઘાણી નગરમાં તૂટી પડ્યું, આ પેસેન્જર પ્લેનમાં 242 મુસાફરો હતાં, 100થી વધુ લોકોના મોતની આશંકા છે.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે અમદાવાદથી લંડન ગેટવિક માટે ટેક ઓફ કર્યા બાદ ફ્લાઇટ AI171, આજે, 12 જૂન 2025ના રોજ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હાલમાં, અમે વિગતો મેળવી રહ્યા છીએ અને વહેલી તકે વધુ અપડેટ્સ શેર કરીશું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિમાન દુર્ઘટના અંગે ગુજરાતના મુખ્ય પ્રધાન, ગૃહ રાજ્ય પ્રધાન અને અમદવાદના પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમણે કેન્દ્ર સરકારની સહાય પૂરી પાડવાની પણ ખાતરી આપી છે.

આપણ વાંચો:  અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ઈર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, પ્લેનમાં 133 લોકો સવાર હતાઃ સૂત્રો

90 કર્મચારીઓ સાથે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ત્રણ ટીમ ગાંધીનગરથી વિમાન દુર્ઘટના સ્થળે પહોંચી છે. વડોદરાથી વધુ ત્રણ ટીમો બોલવવામાં આવી છે.

Back to top button