
Ahmedabad News: અમદાવાદમાં હેલ્થ ઈન્સ્યોન્સ કંપનીઓ અને ખાનગી હૉસ્પિટલો ફરી સામ સામે આવી છે. અમદાવાદ હૉસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (આહના) સાથે સંકળાયેલી તમામ હૉસ્પિટલો, નર્સિંગ હોમ્સ 2 એપ્રિલથી સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઈન્સ્યોન્સ કંપની લિ, કેર હેલ્થ ઈન્સ્યોન્સ કંપની લિમિટેડ, ટાટા એઆઈજી હેલ્થ ઈન્સ્યોન્સ કંપની લિ.ના ગ્રાહકો માટે કેશલેસ સુવિધા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરશે.
Also read : મૂડીબજારમાં પ્રવેશવા સંખ્યાબંધ વીમા કંપનીઓ કેમ કતારમાં આવી ગઈ છે?
દર્દીઓ તેમજ હૉસ્પિટલો દ્વારા આ ત્રણેય ઈન્સ્યોન્સ કંપનીઓ સામે લાંબા સમય સુધીની વણઉકેલાયેલી ફરિયાદો પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આહનાના અધિકારીઓ દ્વારા આ કંપનીઓ સાથે અનેક રાઉન્ડની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગેરવાજબી દાવાની કપાત, અયોગ્ય દાવાને નકારી કાઢવા, યોગ્ય પ્રક્રિયા વગર તેમના નેટવર્કમાંથી હૉસ્પિટલો અને નર્સિંગ હોમ્સને અસ્પષ્ટ રીતે સૂચિબદ્ધ કરવા જેવા મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી. વારંવારની ખાતરીઓ અને વાટાઘાટો છતાં કંપનીઓ તેમની સેવામાં કોઈ સુધારો કરતી નહોતી. જેના કારણે દર્દીઓ અને હૉસ્પિટલો બંને પર પ્રતિકૂળ અસર પડતી હતી.
Also read : ‘નો યોર પોલિસી’ ડોક્યુમેન્ટ શું છે ? એ છે આરોગ્ય વીમા પોલિસીને સમજવા માટે અગત્યનો દસ્તાવેજ
અમદાવાદમાં રોજની નોંધાઈ 9 ફરિયાદ
કાઉન્સિલ ઓફ ઈન્સ્યોન્સ ઓમ્બેડ્સમેનના વાર્ષિક અહેવાલ મુજબ, 2023-24 મુજબ મુંબઈ અને પુણે બાદ અમદાવાદના લોકો દ્વારા આરોગ્ય વીમા સંબંધિત સૌથી વધુ ફરિયાદ નોંધાઈ હતી. 2023-24માં અમદાવાદ ઓફિસના ઈન્સ્યોરન્સ ઓમ્બડ્સમેનને 3300 જેટલી ફરિયાદ મળી હતી. આ પ્રમાણે રોજની લગભગ 9 જેટલી ફરિયાદ નોંધાઈ હતી. આ લોકપાલમા નોંધાયેલી હોય તેવી માત્ર ફરિયાદો છે.