અમદાવાદ

જિજ્ઞેશ મેવાણી બાદ અનંત પટેલે પણ પોલીસના પટ્ટા ઉતારવાની ધમકી ઉચ્ચારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ કૉંગ્રેસની જન આક્રોશ રેલી દરમિયાન નેતાઓના નિવેદનો વિવાદાસ્પદ થઈ રહ્યા છે. અગાઉ પક્ષના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા કાઢી લેવાની વાત કરી હતી, જેનો વિરોધ પણ નોંધાયો હતો ત્યારે ફરી પક્ષના ધારાસભ્ય અનંત પટેલે નવસારી ખાતેની રેલીમાં આવું જ નિવેદન પોલીસ માટે આપ્યું હતું.

નવસારીના સાદડવેલ કાવેરી શુગરની હરાજીના વિરોધમાં યોજાયેલી ખેડૂત આક્રોશ રેલીમાં અનંત પટેલે પોલીસ વિભાગને સંબોધીને કહ્યું હતું કે જો તમારે દારૂ-જુગારના પૈસા લેવા હોય, ચકલી-પોપટના પૈસા લેવા હોય. ડ્રગ્સ પેડલર્સ પાસેથી પૈસા લેવા હોય તો તેમે ચેતી જજો, કામ કે 2027માં અમારી સરકાર આવે છે અને પછી તમારા પટ્ટા ઉતરી જશે.

અગાઉ થરાદના શિવનગરમાં દારૂના દુષણ મામલે જિજ્ઞેશ મેવાણી આક્રમક બન્યા હતા અને તેમણ થરાદના એસપી સહિતના પોલીસ સ્ટાફને પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. ત્યારબાદ પોલીસ પરિવારે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ડિગ્રી હોય છતાં સંસ્કાર ન હોવાનો ટોણો માર્યો હતો.

દરમિયાન બુધવારે મેવાણીના સમર્થન અને વિરોધમાં અલગ અલગ રેલીઓ યોજાઈ હતી. પાટણીમાં પોલીસ પરિવારે રેલી કાઢી હતી અને મેવાણી વિરુ્ધ નારેબાજી થઈ હતી. અગાઉ કચ્છના વેપારીઓએ પણ મેવાણી વિરુદ્ધ નારાજગી દર્શાવવા બંધ પાડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં પણ મેવાણી સામે લોકોએ નારાજગી દર્શાવી હતી. તો બીજી બાજુ પાટણમાં જ દલિત અધિકારી મંચ અને કૉંગ્રેસે મેવાણીના સમર્થનમાં રેલી કાઢી હતી. આ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

આજે પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મેવાણી હાય હાય ના નારા લગાવવામાં આવ્યા હતા. આ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ જીગ્નેશ મેવાણી સામે વિરોધ જોવા મળ્યો છે. પાટણ જિલ્લામાં પણ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સમર્થન મળ્યું હતું. પાટણ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચના આગેવાનો કાર્યકરોએ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

આપણ વાંચો:  સુરેન્દ્રનગર જિલ્લામાં LPG સિલિન્ડરના ગેરકાયદે સંગ્રહ અને વેચાણ પર તંત્રની મોટી કાર્યવાહીઃ 7.16 લાખનો મુદ્દામાલ જપ્ત

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button