અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં દુર્ઘટના બની, ત્રણથી વધુ મહિલાકર્મી વોશરુમમાં થઇ બેભાન, એકનું મોત | મુંબઈ સમાચાર

અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં દુર્ઘટના બની, ત્રણથી વધુ મહિલાકર્મી વોશરુમમાં થઇ બેભાન, એકનું મોત

Ahmedabad News: અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં મોટી દુર્ઘટના બની હતી. ત્રણથી વધુ મહિલાકર્મી વોશરૂમાં બેભાન થઈ હતી. જેમાં એકનું મોત થયું હતું. ઘટના બાદ મૃતકોના પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

મળતી વિગત પ્રમાણે, કંપનીમાં કામ કરતી ત્રણ મહિલાઓ વોશરૂમમાં ગયા બાદ અચાનક બેભાન થઈ ગઈ હતી. ઘટના અંગે જાણ થતાં જ તેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં એક મહિલાનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ મૃતહેદ સ્વીકારવાની ના પાડીને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો…સૌરાષ્ટ્રથી સુરત માત્ર 3 કલાકમાં અને મુંબઈ 6 કલાકમાં પહોંચી શકાશે, જાણો શું છે યોજના

આ ઉપરાંત મૃતકના પરિવારજનો દ્વારા કંપની પર ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ ઘટનાની તટસ્થ તપાસ કરવા માગ કરી હતી. પોલીસે ઘટના કેવી રીતે બની તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત લેખો

Back to top button