બાવળા-બગોદરા હાઈ વે પર અકસ્માતમાં ચારના જીવ ગયા

અમદાવાદઃ અમદાવાદ નજીક આવેલા બાવળા-બગોદરા હાઈ વે પર રામનગર નજીક પિક અપ વેન અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ચાર જણના મોત નિપજ્યા હતા જ્યારે બેને ઈજા થઈ હતી. ગુરવારે સવારે કેટરિંગ સર્વિસની એક પિકઅપ વેન રોડ પર ઊભેલી ટ્રકમાં ઘુસી જતા આ અક્સમાત સર્જાયો હતો. ચાર મૃતકમાં રાજસ્થાન ડુંગરપુરના રહેવાસી અજય કટારા, પ્રકાશ કટારા, શૈલેષભાઈ અને નરોડા અમદાવાદના રહેવાસી જ્યોત્સનાબેન રાઠોડનો સમાવેશ થાય છે.
નરોડાથી કેટરિંગ સ્ટાફ લઈ પિક અપ વેન બગોદરા નજીક લગ્નપ્રસંગે જઇ રહી હતી ત્યારે બાવળા નજીક આ ઘટના ઘટી હતી, જેમાં બે જણના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થતાં તેને હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બે જણના મોત નિપજ્યા હતા. બાવળા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો…મુંબઈ નજીક થાણેમાં અંબરનાથમાં ફ્લાયઓવર પર ભીષણ અકસ્માત, કારે ટુ વ્હીલરને કચડયા, ચારનાં મોત…



