ગુજરાતમાં AAP સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધનમાં લડવા તૈયારઃ ઈસુદાન ગઢવી…
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની (local body election) ચૂંટણીને લઈ ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના (aam aadmi party) ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ (isudan gadhvi) મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, ભાજપને હરાવવા કૉંગ્રેસ ગઠબંધનમાં આવે તે જરૂરી છે. કૉંગ્રેસ સાથે લોકસભામાં આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યુ હતું અને ટેકો આપ્યો હતો. જો બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે. ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટી ગઠબંધન કરવા તૈયાર છે.
આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત કૉંગ્રેસમાં કકળાટ, હિંમતનગરમાં કાર્યાલય ખાતે થઈ બબાલ
ગુજરાતમાં 66 પૈકી 42 પાલિકામાં ભાજપનું શાસન
ગુજરાતમાં 66 પૈકી 42 પાલિકામાં ભાજપનું શાસન છે. વિધાનસભામાં બહુમત હાંસલ કર્યા બાદ પાલિકા-પંચાયતમાં પણ દબદબો કાયમ રાખવા ભાજપે ઉમેદવારોની પસંદગી કરવા નિરીક્ષકોને જવાબદારી સોંપી છે. તેઓ દાવેદારોના નામની પેનલ તૈયાર કરીને મોવડી મંડળને મોકલી આપશે. જે બાદ મંજૂરીની મહોર મારવામાં આવશે.
ગુજરાતમાં 66 પાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. 2100થી વધુ બેઠક પર યોજાનારી ચૂંટણી માટે 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. તેમજ ઉમેદવારો 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અપનાવશે આ પદ્ધતિ, આગામી સપ્તાહે ઉમેદવારોના નામ થશે જાહેર
ભાજપ નવા ચહેરોઓને આપશે વધુ તક
ભાજપ દ્વારા અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થીયરી લાગુ કરવા મન બનાવી લેવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી વધુની વયના અને બે ટર્મથી ચૂંટાતા સભ્યોને પણ ટિકિટ નહીં આપવામાં આવે. ભાજપ આ વખતે નવા ચહેરાઓનો વધુ પ્રાધાન્ય આપશે તેવું જાણવા મળ્યું છે. સૂત્રોના કહેવા મુજબ, 29-30 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તેથી 31 જાન્યુઆરીએ ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરશે તેવી શક્યતા છે.