ગુજરાતમાં આગામી બે મહિનામાં આમ આદમી પાર્ટી 2,000 સભાનું આયોજન કરશે | મુંબઈ સમાચાર

ગુજરાતમાં આગામી બે મહિનામાં આમ આદમી પાર્ટી 2,000 સભાનું આયોજન કરશે

કોંગ્રેસને પગલે આમ આદમી પાર્ટી, ગુજરાત જોડો અભિયાનમાં દરેક લોકો જોડાશે

અમદાવાદઃ રાજ્યમાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, માલધારી અને પશુપાલકોને પૂરતા ભાવ નથી મળતા, તેમ જ જે તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને લઈ આગામી બે મહિનામાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવશે. જનતાના વિવિધ મુદ્દાઓને લઈ આગામી 60 દિવસમાં 2,000થી વધુ સભા કરશે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે પહેલી ઓગસ્ટથી આમ આદમી પાર્ટી (આપ)નું પ્રદેશથી લઈને બુથ લેવલનું સંગઠન ‘ગુજરાત જોડો અભિયાન’માં જોડાશે. અગાઉ દેશમાં કોંગ્રેસે ભારત જોડો અભિયાન શરુ કર્યું હતું એના પગલે પગલે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રયોગ કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

પહેલી ઓગસ્ટથી થશે આયોજન

પહેલી ઓગસ્ટથી જિલ્લા પંચાયત, નગરપાલિકાથી લઈને વોર્ડ સુધી મીટિગનું આયોજન થશે પ્રદેશથી લઈને બુથ લેવલનું સંગઠન ગુજરાત જોડો અભિયાનમાં જોડાશે. ખેડૂતો અને પશુપાલકોના ભાવના મુદ્દા સહિત સ્થાનિક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવા માંગતા હજારો યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે. તેમણે લોકોને ગુજરાત સરકારના ભ્રષ્ટ અને તાનાશાહી સિસ્ટમ સહિત ગુંડાગર્દીથી પરેશાન લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવવા અમારી અપીલ કરી હતી.

આ પણ વાંચો: વિસાવદર હાર: ભાજપ AAP નેતાઓને નિશાન બનાવી રહ્યું છે – ઈસુદાન ગઢવીનો આક્ષેપ

પહેલી ઓગસ્ટથી પ્રદેશના હોદ્દેદારો, લોકસભા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના તમામ નેતાઓ આગામી બે મહિના સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વોર્ડની મીટીંગો કરશે અને સમગ્ર ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ કરશે.

ક્યા પ્રશ્નો ઉઠાવવામાં આવશે

સમગ્ર ગુજરાતમાં કુલ 2000 જેટલી સભાઓ કરવામાં આવશે. સાથે સાથે જે લોકોના પ્રશ્નો છે જેમ કે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા માલધારી અને પશુપાલકોને પૂરતા ભાવ નથી મળતા અને જે તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને પણ આ સભામાં ઉઠાવવામાં આવશે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક આહવાન કર્યું હતું કે વધુમાં વધુ યુવાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય કારણકે ભાજપ અને કોંગ્રેસ યુવાઓને તક નહીં આપે, માટે અમે ઈચ્છીએ છીએ કે જે લોકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવા માંગતા હોય તેવા હજારો યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં AAP સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધનમાં લડવા તૈયારઃ ઈસુદાન ગઢવી…

શું કરવામાં આવી અપીલ

આ બે મહિના સુધી ચાલનારા કાર્યક્રમમાં લાખો ગુજરાતીઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. જે લોકો ગુજરાત સરકારની ભ્રષ્ટ સિસ્ટમથી થાકી ગયા છે, ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી અને ધાકધમકીથી થાકી ગયા છે એવા તમામ લોકોને અમે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ.

તેમણે ખાસે યુવાનોને બે-અઢી મહિના સુધી ચાલનારા અભિયાનમાં વધુમાં વધુ જોડવાનું આહવાન કર્યું હતું. આ બે મહિના દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ 15 દિવસથી એક મહિના સુધી એમ અલગ અલગ જિલ્લાઓમાં ટુર કરશે અને સભાઓમાં ભાગ લેશે. અહીં એ જણાવવાનું કે ગયા વર્ષે દેશમાં કોંગ્રેસ પણ સરકારની નીતિઓ વિરોધમાં ભારત જોડો અને સંવિધાન અભિયાન હાથ ધર્યું હતું.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button