ગુજરાતમાં ભારે વરસાદના લીધે ચોટીલામાં યોજાનારી અરવિંદ કેજરીવાલની રેલી રદ | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતમાં ભારે વરસાદના લીધે ચોટીલામાં યોજાનારી અરવિંદ કેજરીવાલની રેલી રદ

અમદાવાદ : ગુજરાતના ચોટીલામાં આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ રેલી યોજાવાની હતી. જોકે, રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલી રદ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ નદીઓમાં પુરની સ્થિતી છે. જ્યારે અનેક ડેમો ભરાતા તેને ખોલવાની ફરજ પડી છે. જેના લીધે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

209 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેધ મહેર થઇ છે. રાજ્યના 209 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડા તાલુકામાં 10 ઈંચ, પોશીના,ધરમપુર તાલુકામાં 6 -6 ઈંચ , રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ અને પાલનપુર તાલુકામાં 4-4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

15 તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર સવારે છ કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન સાણંદ, કડી, બોટાદ, સંતરામપુર, સતલાસણા, દાંતા, પડધરી, વાવ, ધાનેરા, પાટણ, પારડી, ભિલોડા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઉમરપાડા અને મોડાસા મળી કુલ 15 તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.

38 તાલુકાઓમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો

આ ઉપરાંત મહેસાણા, ટંકારા, બાયડ સિદ્ધપુર, રાપર, જામકંડોરણા,ધાનપુર ખેરગામ, ઈડર, વાપી, સાગબારા, ઝાલોદ, ખેરાલુ, વિસનગર, બાલાસિનોર, તિલકવાડા, માળીયા, દસક્રોઈ, હાલોલ, ઝાંબુધોડા, દસાડા, સંખેડા, દાહોદ, વિરમગામ, ધોરાજી, જોડીયા, જોટાણા, વલસાડ, કડાણા, હળવદ, સૂઈગામ, ઉંઝા, રાજકોટ, થરાદ, બોડેલી, ધ્રોલ અને વડનગર મળી કુલ 38 તાલુકાઓમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના અન્ય 75 તાલુકાઓમાં એક થી અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.

મોસમનો સરેરાશ વરસાદ 102.89 ટકા

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89 ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 106. 50 ટકા, મધ્ય ગુજરાતમાં 107.34 ટકા, સૌરાષ્ટ્રમાં 91.29 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 107.99 ટકા જેટલો વરસાદ નોધાયો છે.

આપણ વાંચો:  ગુજરાતમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો, આજે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button