અમદાવાદમાં યુવકે 3 સેકન્ડમાં જ કરી આત્મહત્યા, ટ્રક ચાલુ થતાં જ…

અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવકે ટ્રક નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લેવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. અજાણ્યો યુવક ટ્રક શરૂ થવાની રાહ જોતો હતો. ટ્રક શરૂ થતાંની સાથે જ ટાયર નીચે ઝંપલાવ્યું હતું. જોકે, ટ્રક નજીક પહોંચીને ટાયર નીચે સૂઈ જતા ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. ગણતરીની સેકન્ડમાં યુવક પર ટ્રક ફરી વળી હતી, જ્યારે તેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
મળતી વિગત પ્રમાણે, નિકોલ વિસ્તારમાં વહેલી સવારે પામ હોટેલ પાસે જ્યારે વાહનોની અવરજવર થઈ રહી હતી ત્યારે અંદાજિત 35 વર્ષનો અજાણ્યો યુવક ત્યાં પહોંચ્યો હતો. આ યુવકે પાર્ક કરેલી ટ્રક જોઈ હતી. એ બાદ ટ્રક જેવી શરૂ થઈ તરત જ તે ઝડપથી તેના ટાયર આગળ સૂઈ ગયો અને તેના પરથી પસાર થઈ હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવકે જ આત્મહત્યા કરી હોવાનું દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો: હરિયાણામાં સાત લોકોની સામૂહિક આત્મહત્યા કેસમાં ખુલાસો, આ કારણ જવાબદાર
ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઓઢવ પોલીસે મામલો નોંધીને તપાસ શરૂ કરી હતી. ઓઢવ પીઆઈના કહેવા મુજબ, હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી. તેની પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી નથી. તેની ઉંમર 35 વર્ષની આસપાસ છે, પરંતુ હજુ સુધી ઓળખ થઈ શકી નથી, એમ પોલીસે જણાવ્યું હતું.